બોલિવૂડ (Bollywood) માંથી ઘણા સારા સમાચાર આવ્યા છે. આલિયા ભટ્ટ (Alia Bhatt) માતા બનવાની છે. આલિયાએ આ ‘ગુડ ન્યુઝ’ ઈન્સ્ટા પર શેર કર્યા છે. આલિયા ભટ્ટે પોસ્ટમાં જણાવ્યું કે તે ખુબ જલ્દી માતા બનવા જઈ રહી છે. અને હવે આલિયા અને રણબીર કપૂર (Ranbir Kapoor) બે થી ત્રણ થવાના છે. આલિયાની આ પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે. ફેન્સ અને સેલેબ્સ આલિયાને અભિનંદન આપી રહ્યા છે.
View this post on Instagram
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન આ વર્ષે 14 એપ્રિલે થયા હતા. લગ્ન પછી તરત જ કપલે સારા સમાચાર શેર કર્યા છે. આ સારા સમાચાર આવ્યા બાદ કપૂર અને ભટ્ટ પરિવારમાં ખુશીની લહેર છે. આલિયાની પ્રેગ્નેન્સી પોસ્ટ પર તેની માતા સોની રાઝદાન અને ભાભી રિદ્ધિમાની પ્રતિક્રિયા પણ આવી છે. રિદ્ધિમાએ હાર્ટ ઇમોજીસ બનાવી છે, જ્યારે તેની માતા સોની રાઝદાને લખ્યું છે – અભિનંદન મામા અને પાપા સિંહ.
આલિયા ભટ્ટ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. જો કે, મોનિટરના ડિસ્પ્લેને મોટા હૃદય (ઈમોજી) સાથે સ્ટીકરથી આવરી લેવામાં આવ્યું છે. આ સાથે તેણે બીજી તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં સિંહોનો પરિવાર જોવા મળી રહ્યો છે. ગણતરીની સેંકડોમાં આ પોસ્ટ વાયુવેગે વાયરલ થઇ ગઈ ગતી, અને લાખો લાઈક પણ મળી હતી. સાથોસાથ લાખો લોકોએ કોમેન્ટ બોક્સમાં અભિનંદન પાઠવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.