ઓપરેશન સિંદૂર, ગ્લોબલ આઉટરીચ: સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે અબુ ધાબીના બી.એ.પી.એસ. હિન્દુ મંદિરની મુલાકાત લીધી

Operation Sindoor Global Outreach delegation: ઓપરેશન સિંદૂર હેઠળ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોની વિશ્વના વિવિધ દેશોની મુલાકાત અંતર્ગત, શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે તેઓની યુ. એ. ઈ. મુલાકાત દરમિયાન અબુ ધાબીના (Operation Sindoor Global Outreach delegation) વિશ્વપ્રસિદ્ધ BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી.

આ પ્રતિનિધિમંડળમાં ભાજપના સાંસદો – બાંસુરી સ્વરાજ, મનન કુમાર મિશ્રા અને એસ.એસ. અહલુવાલિયા; બીજેડી સાંસદ સસ્મિત પાત્રા; IUML સાંસદ ઈ.ટી. મોહમ્મદ બશીર; અને સુજન ચિનોય (જાપાનમાં રાજદૂત) સામેલ હતા.

મંદિરની અપ્રતિમ સુંદરતા, પવિત્રતા અને આધ્યાત્મિકતાથી સમગ્ર પ્રતિનિધિમંડળ ખૂબ પ્રભાવિત થયું હતું; ખાસ કરીને મંદિરનો વૈશ્વિક સૌહાર્દનો સંદેશ સૌને સ્પર્શી ગયો હતો.

પ્રતિનિધિમંડળનું મંદિર ખાતે ભારતના UAE રાજદૂત સંજય સુધીર અને મંદિરના ચેરમેન અશોક કોટેચા દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાંતિ, એકતા અને સહિયારા મૂલ્યોના શાશ્વત સ્થળ એવા આ મંદિરના સર્જન માટે પ્રતિનિધિમંડળે     બી.એ.પી.એસ. સંસ્થાના પ્રયાસોને તેમજ ભારતના અને યુ.એ.ઈ. ના નેતૃત્વને બિરદાવ્યું હતું.