ગુજરાત રાજ્યમાં ફરીએક વખત જીવલેણ કોરોના વાયરસના સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે. ઘાતક કોરોનાના 500થી વધુ કેસો નોંધાવવાનો ક્રમ સતત ચાર દિવસ સુધી ચાલ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 555 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે એકનું મૃત્યુ થયું છે. હાલમાં 3212 એક્ટિવ કેસ છે જ્યારે 41 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 2,73,941 છે જ્યારે કુલ મરણાંક 4416 છે. માર્ચના પ્રથમ 8 દિવસમાં જ રાજ્યમાં કોરોનાના 4052 કેસ નોંધાઇ ચૂક્યા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ-સુરત-વડોદરા એમ 3 જિલ્લામાં કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 126-ગ્રામ્યમાં 3 સાથે 129, વડોદરા શહેરમાં 89-ગ્રામ્યમાં 14 સાથે 103 જ્યારે સુરત શહેરમાં 90-ગ્રામ્યમાં 10 સાથે 100 કેસનો સમાવેશ થાય છે.
ગઈકાલના રોજ અમદાવાદ શહેરમાં 129 કેસ, વડોદરામાં 103 કેસ, સુરતમાં 100 કેસ, રાજકોટમાં 44 કેસ, પંચમહાલમાં 18 કેસ, આનંદમાં 16 કેસ, ભાવનગરમાં 15 કેસ, ગાંધીનગરમાં 14 કેસ, ખેડામાં 14 કેસ, સાબરકાંઠામાં 12 કેસ નોંધાયા છે.
કુલ કેસનો આંક હવે અમદાવાદમાં 63713, સુરતમાં 54659 અને વડોદરામાં 30675 છે. આ ઉપરાંત રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 44 સાથે રાજકોટ, 18 સાથે પંચમહાલ, 16 સાથે આણંદ, 15 સાથે ભાવનગર, 14 સાથે ગાંધીનગર-ખેડા, 12 સાથે સાબરકાંઠા, 11 સાથે કચ્છ-ભરૃચ, 10 સાથે દાહોદ, 9 સાથે મહીસાગર-જુનાગઢ, 8 સાથે જામનગર, 5 સાથે ગીર સોમનાથ-મહેસાણા, 4 અરવલ્લી-મોરબી, 3 સાથે અમરેલી-પોરબંદર, 2 સાથે નર્મદા-છોટા ઉદેપુર જ્યારે 1 સાથે તાપી-દેવભૂમિ દ્વારકા-વલસાડ-નવસારીનો સમાવેશ થાય છે. બનાસકાંઠા-બોટાદ-ડાંગ-પોરબંદર-સુરેન્દ્રનગર એમ પાંચ જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર 1.60% છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 120, સુરતમાંથી 92, વડોદરામાંથી 80 અને રાજકોટમાંથી 70 એમ રાજ્યભરમાંથી કુલ 482 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ 2,66,313 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ 97.22% છે. ગુજરાતમા હાલ 23 હજારથી વધુ વ્યક્તિ ક્વોરેન્ટાઇન છે.
અત્રે ઉલેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં સોમવારે 555 નવા કેસ નોંધાયા હતા. 482 લોકો સાજા થયા અને એકનું મોત નીપજ્યું. અત્યારસુધીમાં 2 લાખ 73 હજાર 941 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2 લાખ 66 હજાર 313 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4416 દર્દી મૃત્યુ પામ્યા છે. 3,212 દર્દીની સારવાર ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle