મેથીના દાણાના મજેદાર ફાયદાની સાથે જાણો આ 5 ગેરફાયદાઓ

Fenugreek Seeds Benefits: દરેક ભારતીય લોકોના રસોડામાં મેથી હોય છે. મેથી હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. મેથી એક એવો મસાલો છે જે રસોઇનો સ્વાદ (Fenugreek Seeds Benefits) વધારવાનું કામ કરે છે. મેથીનું મહત્વ આર્યુવેદમાં પણ અનેક રીતે રહેલું છે. આર્યુવેદ અનુસાર મેથીનું સેવન કરવાથી બ્લડ સુગર, ડાયાબિટીસ, બ્રેસ્ટ મિલ્ક પ્રોડક્શન વધારવામાં ખૂબ ઉપયોગી છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે મેથીનું વધારે સેવન કરવાથી હેલ્થને નુકસાન થાય છે.

સૂકી મેથી ખાવાના ગેરફાયદાઓ
પાચન તંત્રની સમસ્યાઓ :-
મેથીમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર મળી આવે છે, જેના કારણે પાચન સંબંધી ઘણી સમસ્યાઓ થાય છે. તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી લૂઝ મોશન, ગેસ વગેરે થઈ શકે છે, તેથી જો તમને પહેલાથી જ પેટ સંબંધિત સમસ્યાઓ છે, તો મેથી ખાવાનું ટાળવું જોઈએ.

હાઇ બીપી :-
મેથી ખાવાથી હાઈ બીપીની સમસ્યા પણ થઈ શકે છે. વાસ્તવમાં, મેથીમાં સોડિયમ ઓછું જોવા મળે છે, જે પાછળથી હાઈ બીપીનું કારણ બને છે. જો તમને હાઈ બીપીની સમસ્યા હોય તો મેથી ઓછી માત્રામાં ખાઓ.

ગેસની સમસ્યા :-
મેથીના વધુ પડતા સેવનથી ખાટા ઓડકાર અને ગેસની સમસ્યા પણ થઈ શકે છે, તેથી એસિડિટીના કિસ્સામાં મેથી મર્યાદિત માત્રામાં ખાઓ.

બ્લડ સુગર સમસ્યા :-
મેથીનું સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે, પરંતુ મેથીનું વધુ પડતું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જે લોકોનું શુગર લેવલ ઓછું હોય તેમણે મેથી મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ.

એલર્જીની સમસ્યા છે તો તમે મેથીનું સેવન કરવાનું ટાળો. આ સમયે મેથીનું સેવન કરવાથી હેલ્થ પ્રોબ્લેમ્સ વધારે થઇ શકે છે. આ સાથે જ એલર્જીની સમસ્યામાં પણ વધારો થાય છે. આ માટે તમે ડોક્ટરની સલાહ લઇને પછી મેથીનું સેવન કરો.