Alpesh Kathiriya Gondal News: ગોંડલમાં સવારથી ગણેશ ગોંડલ અને અલ્પેશ કથીરિયા (Ganesh Gondal VS Alpesh Kathiriya) વચ્ચેના શાબ્દિક પ્રહારોનો ગ્રાઉન્ડ જીરો પર હાઈ વૉલ્ટેજ ડ્રામા શરૂ છે. અલ્પેશ કથીરિયાએ ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારીને ગોંડલમાં વટથી પ્રવેશ મેળવ્યો અને વિરોધીઓ વચ્ચે કોલર ઊંચો રાખીને ધાર્મિક મંદિરોમાં દર્શન કર્યા. ત્યારે ગણેશ ગોંડલ વિરોધ કર્યા બાદ ગ્રાઉન્ડ પર ક્યાંય નહી દેખાતા તેમની મોટી મોટી વાતો ફાંકા ફોજદારી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
કેટલાક સ્થળોએ ભાડૂતી માણસો સાથે ગણેશ ગોંડલના સમર્થકો વિરોધ કરવા ઉભા રહ્યા હોય તેવા દ્રશ્યો આંખે વળગે એવા હતા. નાના બાળકોને પણ ઉધડીયા મજૂર તરીકે લાવીને અલ્પેશ કથીરિયા નો વિરોધ કરાવવાનો પ્રયાસ સાર્થક નીવડ્યો નહોતો. ક્ષત્રિય સમાજમાં પણ ગણગણાટ છે કે ગણેશ ગોંડલએ પોતાની ફજેતી જાતે જ કરાવી છે. પહેલા તો કાશ્મીર હુમલા માં મૃતકો અને શ્રદ્ધાંજલિ દેવાને બદલે આઈસ્ક્રીમ પાર્ટી કરાવીને વિવાદમાં આવેલા ગણેશ ગોંડલ એ હવે ભાડૂતી માણસો ઉભા રાખીને અલ્પેશ કથીરિયા નો વિવાદ ઉભો કરીને પોતાના પગ પર કુહાડી મારી છે.
રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ગોંડલમાં પાટીદાર સમાજ સુઈ રહ્યો હતો પરંતુ ગણેશ ગોંડલ એ આંદોલનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોના મોતના જવાબદાર અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) ને ગણાવીને વિવાદ છંછેડયો છે અને ગોંડલમાં પાટીદાર સમાજનો રોષ ફરી એકવાર ચરમ સીમાએ પહોંચાડ્યો છે.
અલ્પેશ કથીરિયા ના ગોંડલ આગમનમાં વિરોધીઓ કરતા સ્વાગત વાળા લોકો વધુ હતા તે વાત કોઈ નકારી શકાશે નહીં. પોલીસ દ્વારા વિરોધીઓને છાવરવામાં આવ્યા હોવાના વિડિયો પણ સામે આવ્યા છે. આટલું જ નહીં પોલીસને નજર સામે કાચ ફોડવામાં આવ્યા તે લોકોને અટકાવવાની તસ્દી પણ પોલીસે લીધી નથી. જ્યારે ભાજપના જ નેતાઓ પર ગણેશ ગોંડલના સમર્થકોએ કરેલા હુમલા બાદ હવે આગામી સમયમાં શું નવાજૂની થાય છે તે જોવું રહ્યું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App