ભાજપનું ટેન્શન વધ્યુ: પાટીદાર આંદોલનકારી અલ્પેશ કથીરીયા ની અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપ માં એન્ટ્રી

પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક અને પાટીદાર નેતા અલ્પેશ કથીરીયા, ખોડલધામ સુરતના પ્રમુખ ધાર્મિક માલવિયા એ આમ આદમી પાર્ટીમાં જોઈનિંગ કરતા વિધાનસભાની ચુંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધી ગયું છે. ગારીયાધાર ખાતે જંગી મહાસભામાં અરવિંદ કેજરીવાલાને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં આ બંને પાટીદાર નેતાઓએ પોતાના અસંખ્ય જ સમર્થકોની સાથે આમદની પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

ગુજરાતમાં આગામી અઠવાડિયામાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના છે તે પહેલા સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ બેઠક ગણાતી ગારીયાધાર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી એ શક્તિ પ્રદર્શન યોજીને બંને પાટીદાર નેતાઓને પોતાનામાં ખેંચી લાવવામાં સફળતા મેળવી છે. આજની પાર્ટી એ ગારીયાધાર વિધાનસભા માટે પહેલેથી જ પોતાના ઉમેદવાર તરીકે સુધીર વાઘાણીની જાહેરાત કરી છે. ગારીયાધાર બેઠક ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી સલામત સીટ ગણાતી હતી, પરંતુ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રવેશ બાદ દિવસેને દિવસે આ વિસ્તારમાં અને અમરેલી ભાવનગર પંથકમાં પોતાના સંગઠન અને મજબૂત બનાવવામાં સફળતા મેળવી છે.

ગારીયાધાર નગરપાલિકાના વિપક્ષમાં રહેલા સાત જેટલા સભ્યોએ વિરોધ પક્ષ નેતાની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સ્ટેજ પરથી પોતાના વક્તવ્યમાં આમ આદમી પાર્ટી ની કામગીરીની પ્રશંસા કરી હતી અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત રીતે સરકાર બનાવશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની 182 વિધાનસભામાંથી 55 જેટલી બેઠકો પર પાટીદાર મત નિર્ણાયક છે. પાટીદાર અનામત આંદોલન 2015 બાદ પાટીદાર મતદારો કોંગ્રેસ એરો ફર્યા હતા પરંતુ કોંગ્રેસ દ્વારા સતત પાટીદારોની અવગણના અને ભાજપ દ્વારા આંદોલનકારી યુવાનોની માંગા સંતોષવામાં ન આવતા હવે પાટીદાર નેતાઓએ આમ આદમી પાર્ટી પર પોતાની પસંદગી ઢોળી છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો અત્યાર સુધીમાં 60 થી વધુ ઉમેદવારો જાહેર કરી ચૂકી છે અને સંગઠન ને વિસ્તૃત કરી રહ્યા છે. આજે પાટીદાર નેતાઓની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી પહેલા ભાવનગરના વીર માંધાતા ગ્રુપના પ્રણેતા દિગ્ગજ કોળી સમાજના  નેતાઓએ પણ અને પાર્ટી જોઈન કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *