હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરવા ના નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જો કે રાજ્યમાં મોટા ભાગના લોકો આ નિયમોનું પાલન પણ કરી રહ્યા છે. પરંતુ આ નિયમ માત્ર લોકો માટે બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણકે આજે જ ભાજપના નેતા અલ્પેશ ઠાકરે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોશ્યલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
#Gujarat માં સામાન્ય 5-7 માણસો ભેગા થઈ સેલ્ફી અપલોડ કરે તો પણ Epidemic Disses Act હેઠળ ગુનો નોંધાય છે
શું આ સભા પોલીસ કે પ્રશાસનની રહેમ નજર હેઠળ કરવામાં આવી છે??
વ્યસન મુક્તિ માટે જાગૃતિ ફેલાવી રહ્યા તે બહુ સારી બાબત છે પણ અમદાવાદ જેવા હોટસ્પોટ વિસ્તારમાંથી જઈને ગામડાઓમાં સભા pic.twitter.com/oSyFPQagmR
— Aravind Chaudhari અરવિંદ ચૌધરી (@aravindchaudhri) June 12, 2020
ગુજરાતમાં આવેલ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે આજે જ એક કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. અલ્પેશ ઠાકોર પાલનપુર, અમીરગઢ તેમજ વડગામના અનેક ગામમાં કાર્યકર્તાઓને અને નેતાઓને મળ્યા હતા. કાર્યક્રમમાં લોકો માસ્ક વગર જોવા મળ્યો હતો. ત્યારે આ મામલે શું સત્તાધારી પક્ષ કાર્યવાહી કરશે તે એક યક્ષ પ્રશ્ન છે.
ભાજપના નેતા અને બનાસકાંઠાના વડગામમાં પૂર્વ ધરાસભ્ય અલ્પેશ ઠાકોર તેમના કાર્યકર્તાઓને મળવા ગયા હતા .જ્યા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને કાર્યકરોએ માસ્ક પણ પહેર્યું નહોતું. મળતી માહિતી અનુસાર, આ કાર્યકરો પાલનપુરના ભટામલ ગામ, અમીરગઢ ગામ અને વડગામના કાર્યકરો હતા. કોરોના સંક્રમણ સમયે એક સાથે પાંચ થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતા આ લોકો મળ્યા હતા.જ્યા સોશિયલ ડિસટન્સીંગના નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે.
#Gujarat માં કોરોના જેવું કાંઈ રહ્યું છે??
બનાસકાંઠામાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે લોકોને ભેગા કરી #SocialDistancing વગર સભાઓ કરી
પાલનપુરના ભટામલ ગામ તેમજ અમીરગઢના ગામો અને વડગામના અનેક ગામોમાં કરી સભાઓ
તમને ક્યાંય માસ્ક દેખાય છે??@SP_Banaskantha @CollectorBK @GujaratPolice ?? pic.twitter.com/V8PIKRBHFe
— Aravind Chaudhari અરવિંદ ચૌધરી (@aravindchaudhri) June 12, 2020
આ સમગ્ર ઘટના બાદ સોશિયલ મીડિયામાં તેના ફોટા વાયરલ થયા છે. લોકોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. લોકોએ એવી માગ કરી છે કે, જાહેરનામાનો ભંગ અને ડિઝાસ્ટર એપેડમિક એક્ટ મુજબ અલ્પેશ ઠાકોર સામે ગુનો નોંધવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news