રાજસ્થાનના અલવરમાં સગીર યુવતીની છેડતી કરનાર આરોપી 48 કલાક બાદ પણ પોલીસથી દૂર છે. દિલ્હીની નિર્ભયાની જેમ આ મૂક-બધિર બાળકી પર પણ ક્રૂરતા આચરવામાં આવી હતી, જે બાદ હવે તે જયપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેના પ્રાઈવેટ પાર્ટમાં મોટો કટ હતો અને 6 મહિના પછી તેને ફરીથી ઓપરેશન કરવું પડશે. બીજી તરફ વિપક્ષ પણ આ મુદ્દે સરકાર સામે આક્રમક વલણમાં છે.
અલવરમાં 14 વર્ષની બાળકી પર ગેંગરેપની ઘટનાએ રાજસ્થાનને હચમચાવી નાખ્યું છે. જીવન-મરણ વચ્ચેના સંઘર્ષ વચ્ચે ડોક્ટરોની મોટી ટીમે તેનો જીવ બચાવ્યો, પરંતુ ઓપરેશન દરમિયાન તેની હાલત જોઈને ખુદ ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા, કારણ કે ક્રૂરતાની તમામ હદ વટાવી દેનાર નરાધમોએ માત્ર દુષ્કર્મ જ નહીં પરંતુ, તીક્ષ્ણ હથિયાર વડે તેના પ્રાઇવેટ પાર્ટમાં ઊંડો ઘા પણ કર્યો હતો. જેના કારણે તેનું ઘણું લોહી વહેવા લાગ્યું હતું.
Very serious questions raised by BJP MP @KumariDiya ji on condition of women safety in Rajasthan #Alwar pic.twitter.com/2hbVuNp7DY
— Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) January 13, 2022
જેકે લોન હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ અરવિંદ શુક્લાએ જણાવ્યું હતું કે, “છોકરીને અંદરની બાજુએ ઊંડા ઘા હતા અને તેનું ગુદામાર્ગ તેની જગ્યાએથી ખસી ગયું છે. પ્રાઈવેટ પાર્ટમાં તીક્ષ્ણ કટના કારણે બ્લીડિંગ રોકવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી. ક્રૂરતાની હદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હવે બાળકના પેટમાં એક છિદ્ર દ્વારા અલગ પેસેજ બનાવવામાં આવ્યો છે, જેથી મળને બહાર કાઢી શકાય.
ઘટના ક્યારે બની?
વાસ્તવમાં, આ ઘટના બે દિવસ પહેલા બની હતી, જ્યારે લોકોએ આ બાળકીને અલવરના તિજારા પુલિયા પર લગભગ એક કલાક સુધી લોહીથી લથબથ હાલતમાં જોઈ હતી. એટલું લોહી વહી ગયું કે રસ્તો લોહીલુહાણ થઈ ગયો હતો. રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. પીડિતાને રાત્રે 9 વાગ્યે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પીડિત સગીર બોલી કે સાંભળી શક્તિ નથી. આ જ કારણ હતું કે સગીર રડી પણ ન શકી. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ તેની તપાસ કરી. પછી ખબર પડી કે છોકરી મૂક-બધિર છે.
પીડિતાના ઓપરેશન બાદ સરકારના મંત્રીઓ અને અધિકારીઓ અને વિપક્ષના નેતાઓ તેને મળવા પહોચ્યા અને તેની હાલત જોઈને બધા ચોંકી ગયા હતા. ભાજપના પ્રતિનિધિઓ પણ પીડિતાને મળ્યા હતા. આ પછી હવે આ લોકો કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. ભાજપ સમિતિના સભ્યો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળવા માટે પણ રવાના થયા છે.
બીજી તરફ પોલીસ હજુ પણ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી રહી છે. પીડિતાના માતા-પિતાના નિવેદનના આધારે જાણવા મળ્યું છે કે તે મંગળવારે સાંજે 4 વાગે ઘરેથી નીકળી હતી. અપરાધીઓએ તેનું ક્યાંથી અને કેવી રીતે અપહરણ કર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. બસ એટલું જાણવા મળ્યું છે કે તેની સાથે ક્રૂરતાની તમામ હદ વટાવ્યા બાદ આરોપી યુવક તેને સાથે લઇ કારમાં ફરતા રહ્યા. જ્યારે ઘાવમાંથી લોહી નીકળવાનું ચાલુ રહ્યું, ત્યારે તેઓએ તેને એક નાળા પર ફેકી ભાગી ગયા હતા.
આરોપીઓને પકડવા માટે, અલવરમાં પોલીસે અનેક ડઝન સીસીટીવી સ્કેન કર્યા છે, પરંતુ હજુ સુધી તેઓ ગુનેગારોના સુરાગ શોધી શક્યા નથી. સગીરનું નિવેદન પણ લેવામાં આવતું નથી કારણ કે તે બોલી શકતી નથી અને સાંભળી શકતી નથી. જો કે પીડિતાની સારવાર બાદ કેટલાક ઈશારામાં આ દરીન્દાઓનો દેખાવ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે અને તેના આધારે પોલીસ તપાસ પણ આગળ વધશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.