ઘરેબેઠા જ કરી લો અમરનાથ શિવલિંગના પ્રથમ દર્શન- યાત્રાના બે મહિના પહેલા જ સામે આવી બાબા બર્ફાનીની પ્રથમ તસવીરો

Amarnath Yatra 2023: આ વર્ષની બાબા બર્ફાની (Baba Barfani) ની પ્રથમ તસવીરો સામે આવી છે. તસવીરોમાં અમરનાથ ગુફા (Amarnath Cave) અને બાલટાલ (Baltal) વિસ્તાર દેખાઈ રહ્યો છે. ચારે બાજુ બરફ છે અને ગુફાની અંદર બરફથી બનેલું શિવલિંગ (Shivling) બની ચુક્યું છે. આ વર્ષની અમરનાથ યાત્રા શરૂ થવામાં હજુ લગભગ 2 મહિના બાકી છે, પરંતુ અમે તમને આજે જ બાબા અમરનાથના દર્શન કરવા જઈ રહ્યા છીએ. કેટલાક લોકો પહેલાથી જ પવિત્ર ગુફા સુધી પહોંચવામાં સફળ થયા છે અને તેઓએ ગુફામાંથી આ તસવીરો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર શેર કરી છે.

બાબા બર્ફાનીની પ્રથમ તસવીરો આવી સામે

બાબા બર્ફાનીની વર્ષ 2023ની આ પ્રથમ તસવીર છે. શિવભક્તો સમય પહેલા પણ બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બાબાની તસવીરો વિશે માહિતી મળી છે કે, મે મહિનાના પહેલા અઠવાડિયામાં જ કેટલાક શિવ ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા આવ્યા હતા.

એપ્રિલ મહિનાથી જ યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને માર્ગ પરનો બરફ સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બાકીની સુવિધાઓ પણ પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. આ વર્ષે અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ રહી છે. નોંધપાત્ર વાત એ છે કે, હજુ સુધી અમરનાથ બોર્ડના કોઈ અધિકારી ગુફા સુધી પહોંચી શક્યા નથી.

યાત્રાની તૈયારીમાં બાલતાલ બેઝ કેમ્પથી પવિત્ર અમરનાથ ગુફા સુધીના 14 કિલોમીટર લાંબા ટ્રેક પર બરફ હટાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આશા છે કે આ મહિનાના અંત સુધીમાં બાલતાલથી ગુફા સુધીનું તમામ કામ પૂર્ણ થઈ જશે.

તમને જણાવી દઈએ કે પવિત્ર અમરનાથ યાત્રાના ઈતિહાસમાં પહેલીવાર યાત્રાના ટ્રેકની જાળવણીની જવાબદારી બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ને આપવામાં આવી છે. અમરનાથ ગુફા 3,888 મીટર એટલે કે 12,756 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. અમરનાથ ગુફા લગભગ 40 મીટર લાંબી અને 12 મીટર પહોળી છે.

આ વર્ષે 1 જુલાઈથી શરૂ થયેલી આ યાત્રા 31 ઓગસ્ટ, રક્ષાબંધન સુધી ચાલશે. આ વર્ષે 62 દિવસની યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અમરનાથ યાત્રા માટે ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ 17મી એપ્રિલથી શરૂ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *