કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ અમરનાથ યાત્રા નહિ યોજાય. આ વર્ષે પણ છડી યાત્રાની સાથે પારંપરિક રીતે જ પૂજા કરવામાં આવશે. ભકતો ઘરે બેઠા આરતીના લાઈવ દર્શન કરી શકશે. આ મહત્વનો નિર્ણય શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડને સૂત્રો મુજબ આ વર્ષે હેલિકોપ્ટર ના માધ્યમથી યાત્રા કરવાનો પ્રસ્તાવ પણ સ્વીકારવામાં નથી આવ્યો.આ વર્ષે પણ માત્ર છડી યાત્રા યોજાશે અને જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે પૂજા થશે.
નોંધનીય છે કે, એપ્રિલ મહિનામાં જ અમરનાથ ગુફા મંદિરના દર્શન માટે થનારી વાર્ષિક યાત્રા માટે રજીસ્ટ્રેશન ને કોવિડ 19 ની સ્થિતિને કારણે અસ્થાયી રીતે સ્થગિત કરી દેવામાં આવ્યુ હતું.
બાલટાલ અને ચંદનવાડી માર્ગોથી યોજાતી વાર્ષિક અમરનાથ યાત્રા માટે ઓફલાઈન અને ઓનલાઇન રજીસ્ટ્રેશન ક્મશ: 1 એપ્રિલ અને 15 એપ્રિલ થી શરૂ થવાનું હતું. 56 દિવસ ની અંદર આ યાત્રા પહલગામ અને બાલટાલ માર્ગોથી 28 જૂનથી શરૂ થવાની હતી અને તેનું સમાપન 22 ઓગસ્ટે થવાનું હતું.
શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડએ એપ્રિલ મહિનામાં જાણકારી આપી હતી કે દેશમાં કોવિડના કારણે ઊભી થયેલી સ્થિતિને ધ્યાને લઇ તથા તમામ તકેદારીના પગલા લેવાની આવશ્યકતાને જોતા શ્રી અમરનાથજી યાત્રા માટે રજીસ્ટ્રેશનને અસ્થાયી રીતે સ્થગિત કરી દેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.