અંબાજીના ‘ત્રિશૂળિયો ઘાટ’ની બદલાઈ રોનક, જુઓ કેવો દેખાય છે હવે?

Published on: 7:31 pm, Fri, 30 July 21

અંબાજી(ગુજરાત): આજે એક મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતનું સપ્રસિદ્ધ અને જગત જનની મા અંબાનું ધામ અંબાજીને લઈને મળી રહ્યા છે. જગત જનની માં અંબાનાં ધામ અંબાજીને જોડતી ત્રિશૂળીયા ઘાટની રોનક બદલાઈ ગઈ છે. ત્રિશૂળીયા ઘાટનાં નવીનીકરણ પછી ઘાટીની રોનક એકદમ નવા રંગરૂપ સાથે જોવા મળ્યું છે. જેની હાલ તસવીર સામે આવી છે. જેને જોઈને કોઈનું પણ દિલ ખુશ થઈ જાય તેમ છે. ઘાટીની રોનક બદલવા માટે અને ઘાટીનાં નવીનીકરણ માટે અનેક પહાડોને બ્લાસ્ટ કરીને બનાવવામાં આવ્યા હતા.

9 - Trishul News Gujarati Breaking News

અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા 10 વર્ષમાં અનેક વાહનો ખીણમાં પડ્યા પછી ઘાટીનાં માર્ગને પહોંળો કરવાની કામગીરી શરુ કરી હતી. અંબાજી જતા ત્રિશૂળ જેવા આકારની દેખાતી આ ઘાટી નવીનીકરણ પછી ધનુષ આકારની જોવા મળી રહી છે. તંત્રએ આ ઘાટી પર આવેલા ઘટાદાર જંગલોને નિહાળવા માટે 2 વ્યુપોઇન્ટ પણ તૈયાર કરવામાં આવી છે. જેને લઈ ઘાટી પ્રયટક સ્થળ બની ગયું છે..

દાંતા અંબાજી ફોરલેન કામગીરીમાં અકસ્માત ઝોન ઘાટીને તોડતા કામ કરનાર એજન્સીને 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અંબાજી જતા દાંતાથી 4 કિલોમીટર આગળથી પહાડી વિસ્તાર શરૂ થાય છે જેને ત્રિશુલીયો ઘાટ કહેવામાં આવે છે. 20થી વધુ નાનામોટા ઢાળ ધરાવતા ત્રિશૂળિયા ઘાટમાં સૌથી કઠિન ઢાળ હનુમાન મંદિર પાસે યુ આકારમાં હતો.

અંબાજી જતા રસ્તામાં આવતા ત્રિશૂળિયા ઘાટનો મહિમા અનેક ગણો છે. આ ઘાટ પર ભાદરવી પૂનમના મેળામાં રથ ખેંચતા લોકોનો પરસેવો છૂટી જાય છે. પરંતુ હવે ત્રિશૂળિયો ઘાટ ચઢવો સરળ બન્યો છે. પહેલા ત્રિશૂળ આકારનો ઘાટ હવે ધનુષ્ય આકારનો થયો હોય તેવું નજરે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.