ગુજરાત: તાજેતરમાં જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આજથી રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નહીં વરસે, પરંતુ જ્યાં પણ વરસાદ પડશે ત્યાં વધારે પડશે. તેનાથી જળબંબાકારની સ્થિતિ સર્જાશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પાટડી તથા દસાડામાં વરસાદ થશે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બહુચરાજી, કડી, વીસનગર, સિદ્ધપુર, પાલનપુરમાં પણ વરસાદ પડશે. આ સાથે જ અમદાવાદના વીરમગામમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણના કારણે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ પડશે. આ કારણે નર્મદા નદીમાં પૂર પણ આવી શકે છે.
અંબાલાલ પટેલના કહેવા અનુસાર, આજથી એટલે કે 30 જુલાઈથી રાજ્યમાં વરસાદ વધશે. ઓગસ્ટની શરૂઆતમાં સારો વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત ઉપરાંત ઓડિશા, મધ્યપ્રદેશમાં પણ અતિભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર વિંધ્ય પર્વતમાળામાં સારા વરસાદને કારણે નર્મદા નદીમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઇ શકશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, આહવા, ડાંગમાં પણ સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ દરમિયાન અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ આગાહી કરી છે કે, આ વરસાદ ઊભા પાક માટે સારો નહીં રહે પરંતુ આવનાર સમયમાં રવિ પાકને ખૂબ ફાયદાકારક નીવડશે. બીજી બાજુ રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં બે લૉ પ્રેશર સક્રિય હોવા છતાં, મૂવમેન્ટ ખૂબ ધીમી પડી ગઈ છે. હવામાન વિભાગ દાવર અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે.
ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં રાજ્યમાં સિઝનના 34 ટકાની આસપાસ જ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા દર વખતે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે પરંતુ હકીકતમાં મેઘરાજા લોકોને નિરાશ કરી રહ્યા છે. આ જ કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન, શુક્રવારે સવારથી શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.