હોળીની જ્વાળાની દિશા જોઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી- જાણો કેવું રહેશે આ વર્ષ…

Holi 2024: સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ ધાર્મિક મહત્વ છે. હોળી પ્રગટાવી તેની જ્વાળાની(Holi 2024) દિશાના આધારે વડવાઓ આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરતાં આવ્યા છે.ત્યારે આજે હોલિકા દહનને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

પવનની દિશા જોઈને ચોમસાનો વર્તારો કાઢવામાં આવે
હોળિકા દહનની જ્વાળા પૂર્વ દિશા તરફ હોય તો તેનાથી આવનાર સમયમાં ધર્મ, અધ્યાત્મ, શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં ઉન્નતિના અવસર વધે છે. ત્યાં જ, પશ્ચિમ તરફ હોય તો પશુધનને લાભ થાય છે. ઉત્તર દિશા તરફ હવા હોય તો દેશ અને સમાજમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે. આ સિવાય દક્ષિણ દિશામાં હોળીની જ્વાળા હોય તો અશાંતિ અને ક્લેશ વધે છે. વિવાદ અને ઝઘડા થાય છે. પશુધનની હાનિ થાય છે. અપરાધિક મામલાઓ વધે છે.નક્ષત્ર, પવનની દિશા જોઈને ચોમસાનો વર્તારો કાઢવામાં આવે છે. હોળી અખાત્રીજનો પવન જોવામાં આવે છે. જોકે, હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ ઝાર જોવાની નહીં પરંતુ પવનની દિશા જોવાની હોય છે. પવનની દિશા પરથી આવનારું વર્ષ કેવું રહેશે, તેનો વર્તારો કાઢવામાં આવતો હોય છે.

ઉત્તરનો પવન શિયાળો લંબાઈ પરંતુ વરસાદ પુષ્કર થવાના ચિન્હ બતાવે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હોળી ઉનાળાના મુખનો તહેવાર હોવાથી ઉનાળામાં ગરમી કેવી રહેશે અને વાયુચક્ર કેવું રહેશે, તેનો બોધ કરે છે. ત્યાર બાદ અખાત્રીજના પરોઢીયાનો પવન જોવામાં આવતો હોય છે. સામાન્ય રીતે ઠંડી હોળી તાપીને જાય તો સારુ કહેવાય છે.હોળીનો પવન ઉત્તર કે ઈશાન તરફનો હોય તો શિયાળો લંબાઈ શકે છે. પૂર્વનો પવન હોય તો વર્ષ ખંડવૃષ્ઠી વાળું આવે, ઈશાનના પવન વાય તો ઠંડી આવે. હોળીના દિવસે ખુણા અને ઓઠેય દિશાનો પવન જોવાનો ઉત્તરનો પવન શિયાળો લંબાઈ પરંતુ વરસાદ પુષ્કર થવાના ચિન્હ બતાવે છે.

શિયાળું પવન ફૂંકાતો હોય ત્યાં સુધી ઋતુ નિયમિત ગણવી
પશ્ચિમ અને વાયવ્ય પવન વાય તો પણ વરસાદ સારો થાય. નૈઋત્યનો પવન સાધારણ વરસાદ થવાના ચિંહ બતાવે છે. દક્ષિણનો પવન વાય તો વર્ષ નબળું થવાના સંકેત બતાવે છે. અગ્નિનો પવન વાય તો ચોમાસાનો ભારે વાયુ ફંકાય અને વર્ષ નબળું આવે. પૂર્વનો પવન વાય તો વર્ષ દરમિયાન ચારેય દિશાનો પવન વાય અને આકાશમાં ઘુમરી ચડે તો દુકાળ પડે. રાજા-પ્રજા પર ભાર રહે. જ્યાં સુધી શિયાળું પવન ફૂંકાતો હોય ત્યાં સુધી ઋતુ નિયમિત ગણવી.

હોળીના દિવસે ચાર ઘડી એટલે 96 મિનિટ સુર્યાસ્ત બાદ જોવાનો હોય છે. જો ઉગમણો પવન વાય તો વર્ષે અંડવૃષ્ટિ થાય. ઉત્તરનો પવન વાય તો તિડની ઉપદ્રવ વધે. આથમણો પવન ફૂંકાય તો ઘરે ઘરે મંગલ કરાવે અને દક્ષિણ દિશાનો પવન વાય તો રોગ આવે.