Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં તો ભુક્કા બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે સવારના બે કલાકમાં જ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં(Ambalal Patel Rain Forecast) પોણા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. આ વચ્ચે હવે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરને લઈને ચેતવણી આપી છે.
આ જગ્યાએ ભારે વરસાદ પડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે આગામી 48 કલાકમાં જામનગરમાં ભારે વરસાદની સંભાવના છે. દ્વારકા અને પોરબંદરમાં પણ સારો વરસાદ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં એક સિસ્ટમ સક્રીય થઈ રહી છે જેના કારણે ભારે વરસાદ પડશે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. 4 થી 12 તારીખ સુધી વરસાદ ગુજરાતમાં બોલાવશે બઘડાટી.
રાજકોટ, મોરબી, હળવદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ અને ખેડામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરનું સંકટ!
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે, હજુ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રૃ-કચ્છની માથે હળવાથી મધ્યમ પૂરનું સંકટ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા ચેતવણી આપી છે.
આવતીકાલે ક્યાં પડશે ભારે વરસાદ?
તો આવતીકાલે નવસારી, વલસાડ, નવસારી, દમણ, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા છે. અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ કેટલાક જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને રાજકોટનો સમાવેશ થાય છે. અહીં ભારે વરસાદ વરસી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App