અમદાવાદ ભારતનું ન્યુયોર્ક બનવા જઈ રહ્યું છે. દિવસે દિવસે કોરોનાના કેસો ખુબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. AMC કમિશ્નર વિજય નેહરાના મત મુજબ મે મહિનાના અંત ભાગ સુધીમાં 8 લખ કોરોના પોઝિટિવ કેસ આવી શકે છે. કોરોના સામાન્ય માણસ હોય કે કોઈ મોટો નેતા, કોઈને છોડતો નથી. કોરોના મહામારી ધર્મ, જાતિ, ઊંચ, નીચ, અમીર, ગરીબ નો કોઈ ભેદ રાખ્યા વગર બધાને જ પોતાનો ભોગ બનાવે છે.
થોડા સમય પહેલા જ ખબર હતી કે અમદાવાદના કોંગ્રેસી કોર્પોરેટર બદરૂદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનું કોરોના ને કારણે મૃત્યુ થયું છે. ગુજરાત કોંગ્રેસે એક મોટા નેતા ગુમાવ્યા છે. આજે તેઓએ એસવીપી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની હાલત ગંભીર બનેલી. અને આજે તેઓએ કોરોનાની જંગ સામે દમ તોડ્યું.
અમદાવાદ મ્યુ . કોર્પોરેશન કારોબારી અને વિપક્ષ ના પૂર્વ નેતા તેમજ આપણા કોંગ્રેસ પરિવાર ના એક સનિષ્ઠ આગેવાન બદરુદ્દીનભાઈ ના અવસાન થી આપણે સર્વે વ્યથિત છીએ . આલ્લાહતાલા આપણા બદરુદ્દીનભાઈ ને જન્નત બક્ષે .
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) April 26, 2020
તેઓ છેલ્લા એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતા. તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલાં છે અને ઘણા વર્ષો સુધી તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ કોરોનાની મહામારીના સમયે પણ લોકો વચ્ચે સમાજ સેવા કરી રહ્યા હતા. અને આ સમાજ સેવા દરમિયાન જ તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. બદરૂદ્દીન શેખનું નિધન થતાં કોંગ્રેસ માટે ખુબ જ આઘાતજનક સમાચાર છે.
ઉલ્લેખનીય છે કે, આજે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ સમાચાર આવ્યાના થોડા કલાકો અગાઉ જ કોરોનાને હાર આપી હતી. તેઓનાં બંને રિપોર્ટ નેગેટિવ આવતાં તેઓને આજે ડિસ્ચાર્જ કરવામાં આવશે. ઈમરાન ખેડાવાલાના સમાચારથી કોંગ્રેસનાં સમર્થકોમાં ખુશીનો માહોલ હતો. પણ બદરૂદ્દીનનાં સમાચાર સાંભળી ગુજરાત કોંગ્રેસમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news