અમેરિકા ગેરકાયદે ગયેલા ગુજરાતીઓ પોલીસ સુરક્ષા વચ્ચે પાછા અમદાવાદ એરપોર્ટ લવાયા, જાણો વિગતે

America deported indians: અમેરિકાથી બીજુ પ્લેન ડિપોર્ટ કરાયેલા ભારતીય નાગરિકોને લઈને શનિવારે અમૃતસરમાં લેન્ડ થયું હતું, જેમાં 120ના લિસ્ટ સામે 116 લોકોને લઈને યુએસ મિલિટરીનું કાર્ગો પ્લેન આવી પહોંચ્યું હતું. આ 116માં 8 ગુજરાતના લોકોનો સમાવેશ થાય છે. (America deported indians)રાત્રે અમૃતસર પ્લેન પહોંચ્યા બાદ ત્યાંથી જે તે રાજ્યના લોકોને પરત તેમના રાજ્યમાં લાવવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાતના 8 લોકોને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. આ એરપોર્ટ પરથી પોલીસ હવે ડિપોર્ટ થયેલા લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા બાદ તેમને તેમના ઘર સુધી છોડીને આવશે.

8 ગુજરાતીઓ અમદાવાદ પહોંચતા તેમને વતન પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ
અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા 8 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા હતા. જેમાં 116 ભારતીયોને લઈ USA એરફોર્સની ફ્લાઇટ આવી હતી. તેમાં 8 ગુજરાતીઓ પૈકી કલોલના 2, અમદાવાદના 1, માણસા 1 સહિત અલગ અલગ શહેરના લોકો સામેલ છે. તંત્ર દ્વારા તમામને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ છે. તથા અમદાવાદ એરપોર્ટ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે.

હજુ પણ ગેરકાયદે અમેરિકા જવાનો મોહ ઉત્તર ગુજરાતમાં વધુ હોવાનું પરત આવી રહેલા લોકોના આંકડા પરથી સ્પષ્ટ થઈ રહ્યો છે. અગાઉ જે પહેલું પ્લેન આવ્યું હતું તેમાં 104 લોકોને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતીઓનો આંકડો 33 હતો.

ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ
1- રુદ્ર ધવલભાઈ લુહાર – કલોલ
2- ધવલભાઈ કિરીટકુમાર લુહાર – કલોલ
3- મિહિર ઠાકોર – ગુજરાત
4- ધિરજકુમાર કનુભાઈ પટેલ – અમદાવાદ
5- કેનિશ મહેશભાઈ ચૌધરી – માણસા
6- દીપકપુરી બળદેવપુરી ગોસ્વામી – ગુજરાત
7- આરોહીબેન દીપકુપરી ગોસ્વામી – ગુજરાત
8- પૂજાબેન દીપકપુરી ગોસ્વામી – ગુજરાત

પીએમ મોદીએ અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશનનો મુદ્દો ઉઠાવ્યો હતો
ભાજપે આ વિવાદને ફગાવી દીધો, અને કહ્યું કે વિપક્ષ આ મુદ્દાને વધુ પડતો ઉછાળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન ગેરકાયદેસર ઇમિગ્રેશન અને માનવ તસ્કરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘જે લોકો અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે રહે છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાનૂની અધિકાર નથી.’ જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે, અમે હંમેશા કહ્યું છે કે જે લોકો યોગ્ય છે અને ભારતના ખરા નાગરિક છે – જો તેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હોય, તો ભારત તેમને પાછા લેવા તૈયાર છે.