અમેરિકાની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો મસમોટો ઝાટકો, લાખો ભારતીયોને આ રીતે થશે જબરજસ્ત ફાયદો

અમેરિકા દેશની ચૂંટણીમાં કારમો પરાજય પામેલ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને એક બાદ એક કમ્મરતોડ ફટકા પડવા લાગ્યા છે. ટ્રમ્પ પ્રસાશનએ લાગુ કરેલ કાયદાને અમેરિકા દેશની કોર્ટ એક એક કરીને ફગાવી દીધી છે.

હાલમાં અમેરિકી કોર્ટે ઓક્ટોબરમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનએ H-1B Visa કાર્યક્રમમાં કરવામાં આવેલ ફેરફારને અમેરિકા દેશની કોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ ભારતનાં કુશળ કારીગર એટલે કે, પ્રોફેશનલ્સ હાલ અમેરિકા દેશમાં અગાઉની જેમ જ કામ કરશે.

કોવિડ-19 વાયરસની મહામારી આવતાં જ આ વર્ષે ઓક્ટોબર માસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B Visa કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પાછળ ટ્રમ્પ પ્રશાસનનું માનવું હતું કે, કોરોનાનાં લીધે ઘણા અમેરિકનોની નોકરી ગઈ તો બહારથી આવનારા વ્યક્તિઓને રોકીને ત્યાંના સ્થાનિક લોકોને નોકરીઓ આપી શકાય. આ હેતુ દ્વારા વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરી રહેલી કંપનીઓ પર ઘણા પ્રકારનાં પ્રતિબંધો લગાવ્યા હતાં. નવા નિયમો એ એટલા કડક હતા કે, આશરે એક તૃતિયાંશ અરજીધારકોને H-1B Visa મળે એમ ન હતા. પણ અમેરિકા દેશમાં સત્તા પરિવર્તન થતા જ ટ્રમ્પનો આ હુકમ પણ બદલાય ગયો છે.

કેલિફોર્નિયાનાં ડિસ્ટ્રિક્ટ જજ જેફરી વ્હાઈટે H-1B Visa પર ટ્રમ્પનાં હુકમને રદ કરતા જણાવ્યું કે, સરકાર દ્વારા આ નિર્ણય લેતા સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. સરકારે કોવિડ-19 મહામારીનાં કારણે લોકોની ગયેલી નોકરીઓનાં લીધે નિર્ણય લેવાયો તે દલીલ એકદમ ખોટી છે. જસ્ટિસ જેફરીએ તેનાં ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે, કોવિડ-19 એ એવી મહામારી છે જે કોઈનાં પણ વશમાં નથી, પણ આ બાબતે વધારે સચેત થઈને કાર્યવાહી થઈ શકે તેમ હતી.

નોંધનીય એ છે કે, અમેરિકા દેશની સરકાર પ્રતિ વર્ષે બહારથી આવનારા બધા ક્ષત્રોમાં કામ કરનારા પ્રોફેશનલ્સ માટે 85 હજાર H-1B Visa બહાર પાડવામાં આવે છે. તેમાં IT પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધારે છે. અમેરિકા દેશમાં અત્યારે આશરે 6 લાખ H-1B Visa હોલ્ડર કામ કરે છે. તેમાંથી મોટાભાગનાં ભારત દેશનાં છે તેમજ બીજા નંબરે ચીનનાં કર્મચારી છે. પણ ટ્રમ્પ પ્રસાશનનાં નિર્ણયને લીધે લાખો ભારતીયોને ચિંતામાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *