અમેરિકાના સૌપ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગાબાર્ડ પહોંચ્યા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, કહી હ્રદય સ્પર્શી વાત

BAPS Akshardham in Robbinsville: અમેરિકાના પહેલા હિન્દુ સાંસદ અને નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં રાષ્ટ્રીય સિક્રેટ એજન્સી(CIA) ની પ્રમુખ તુલસી ગાબાર્ડ એ અક્ષરધામ મંદિર પહોંચી પૂજા અર્ચના કરી હતી. તેમણે મંદિર પરિસરમાં પોતાના ઘણા ફોટાઓ (BAPS Akshardham in Robbinsville) પણ પડાવ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સપર્ટ હૃદય સ્પર્શી વાત લખી હતી. જણાવી દઈએ કે તુલસી ગાબાર્ડ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ટના સૌથી વિશ્વાસુ સાથીઓમાંના એક છે. તેમને CIAનાં પ્રમુખની જવાબદારી સોંપી છે. અમેરિકન સાંસદ તુલસી ગાબાર્ડ ભારત અને હિન્દુઓ પ્રત્યે ખૂબ લાગણી ધરાવે છે.

રોબિન્સવિલ સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં દર્શન પૂજા કર્યા બાદ તેમણે પોસ્ટ કર્યું, પ્રતિષ્ઠિત અક્ષરધામ મંદિર યુએસએની ગઈ સાંજની મુલાકાત મારા માટે સૌભાગ્યની વાત રહી હતી. મેં દેશભરમાંથી ભેગા થયેલા હિન્દુ નેતાઓ, રોબિન્સવિલનાં મેયર અને સંસદ સભ્યો સાથે એકતા માટે એક વિશેષ પ્રાર્થનામાં જોડાયા હતા. તમામ લોકોએ ઉમળકા ભેળ સ્વાગત કર્યું તેના માટે હું સૌની આભારી છું. તુલસી ગાબાર્ડની આ પોસ્ટ એ અમેરિકાના હજારો હિન્દુઓનું દિલ જીતી લીધું હતું.

મંદિરમાં ભેગા થયા દુનિયાભરના હિન્દુ લોકો અને તેમના ધર્મગુરુઓ
વિશ્વ શાંતિ અને એકતા માટે આ એક એવી સાંજ હતી જેમાં દુનિયાભરના હિન્દુઓ અને તેમના ધર્મગુરુઓનું અહીંયા એક સંમેલન યોજાયું હતું. તુલસી ગાબાર્ડનું અહીંયા હિન્દુ ધર્મગુરુઓ અને તેમના અનુયાયુઓ દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

તુલસી ગાબાર્ડ આ સ્વાગત મેળવીને અભિભૂત થઈ ગયા હતા. તેમણે પોતે પણ હિન્દુ હોવાનો ગર્વ અનુભવ્યો હતો. જણાવી દઈએ કે તુલસી ગાબાર્ડ 2022 સુધી ડેમોક્રેટિક પાર્ટીમાં સામેલ હતી અને તે પણ રાષ્ટ્રપતિ પદ 2024 માટે દાવેદાર હતી. પરંતુ તેણે પછીથી પોતાનો દાવો છોડી દીધો અને ટ્રમ્પ સાથે જોડાઈ ગયા હતા.