ચીનના LAC અંગેના વિવાદ વચ્ચે વાયુસેના પ્રમુખે કહ્યું કે અમે કોઈપણ પડકાર માટે તૈયાર છીએ. બે મોરચા યુદ્ધ તેમજ પરંપરાગત યુદ્ધ માટે પણ. વાયુસેનાના ચીફ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયાએ કહ્યું કે, અમે ચીન સાથેની સરહદ પર તનાવ વચ્ચે કોઈપણ પડકાર માટે તૈયાર છીએ. ભદૌરીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પાડોશમાં પણ ભય વધ્યો છે.તેથી અમે અમારી ક્ષમતામાં પણ વધારો કર્યો છે. અમે ટૂંક સમયમાં આર્મીના સૈનિકો ત્યાં મોકલ્યા છે. રાફલેના આગમન સાથે અમારી શક્તિ વધી છે. ત્રણ વર્ષમાં, રાફેલ અને તેજસનો સંપૂર્ણ કાફલો કામ શરૂ કરશે. અમે કોવિડ દરમિયાન પણ વિમાનને સંચાલિત કરાવાનું શરુ રાખ્યું હતું.
ચીનના એલએસી અંગેના વિવાદ વચ્ચે વાયુસેના પ્રમુખે કહ્યું કે અમે કોઈપણ ચુનૌતી માટે તૈયાર છીએ. બે મોરચા યુદ્ધ તેમજ પરંપરાગત યુદ્ધ માટે. ચીનની તુલનામાં લદાખમાં નહિ, પરંતુ અન્ય ઓપરેશનલ વિસ્તારોમાં સૈન્યની વધારે તૈનાતી કરવામાં આવી છે,જેથી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.
તેમણે કહ્યું કે મહિલાઓને એરફોર્સમાં શક્ય તમામ ભૂમિકામાં આપવામાં આવી છે. હવે આપણે ભવિષ્ય વિષે વિચારવું પડશે. અમને મે મહિનામાં ચીનની હરકત વિશે ખબર પડી છે. જયારે અમને જાણકારી મળી એટલે અમે તરત જ પ્રતિક્રિયા આપી. જે સૈન્ય જરૂરી હતું તે તાત્કાલિક તૈનાત કરી દેવામાં આવ્યું. ઉત્તર-પૂર્વમાં વાયુસેનામાં અમારી ઉપસ્થિતી છે. જો કંઈક થાય તો અમે તેનો સખત પ્રતિક્રિયા આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અત્યારે અમે 83 તેજસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. તથા વધુ રાફેલ લેવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
પૂર્વી લદ્દાખમાં ભારતીય સૈન્યેએ પૂરી તૈયારી કરી છે, ઘણા દાયકાઓ પછી આટલું મોટું ઓપરેશન:
એર ચીફ માર્શલ ભાદૌરિયાએ કહ્યું કે ચીની વાયુસેના એ ભારતની વાયુસેના ને નિર્બળ ન સમજે.તે પોતાના માં જ મજબૂત છે.જે-20 પાંચમી પેઢીના છે.પણ તેનું એન્જિન એટલું સારું નથી.અમે આ વિષયને ધ્યાનમાં રાખીને યોજના બનાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમને આશા છે કે આ મામલો વાતચિત દ્વારા ઉકેલી લેવામાં આવે તો.તે મુજબ કરવામાં આવશે. ત્યાં સૈન્યની તૈનાતી તે મુજબ જ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે તનાવ દરમિયાન ડ્રોનનો ઉપયોગ મહત્વપૂર્ણ બની જાય છે.અને તે પણ હુમલો કરવામાં ખાસ. અમેરિકાની તૈનાતી પણ તેમના પોતાના સમર્થનમાં છે.“આપણું યુદ્ધ બીજું કોઈ નહી,પણ આપણે પોતે જ લડવું પડશે.”હાલમાં લદાખમાં જે બન્યું તે વિશે બોલી ન શકાય. જ્યારે એર ક્રાફ્ટ ઉડે છે, ત્યારે તેઓ રડાર પર નજર રાખી રહ્યા છે. વાયુસેનાના વડાએ કહ્યું કે અમે હંમેશા સૈન્યને તાલીમ આપીએ છીએ. લદ્દાખમાં ક્યારેય હવાઈ હુમલો થયો નથી, પરંતુ અમારી તૈયારી હંમેશા જ હોય.આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન એ ચીન પર જ નિર્ભર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle