રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ વચ્ચે અસામાજિક તત્વોએ મચાવ્યો ત્રાસ- એકસાથે 5 બાઈક અને રીક્ષાને ચાંપી દીધી આગ

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ વચ્ચે ગત મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જિલ્લા ગાર્ડન ચોકમાં કુલ 5 બાઈક તથા 1 રીક્ષાને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધીને શખ્સોને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

કુલ 4 બાઇક તથા 1 રિક્ષામાં આગ લગાવવાથી કુલ 35,000 રૂપિયાનું નુકસાન થયું છે. જેના વાહનો સળગાવવામાં આવ્યા તેમને કોઇની સાથે કોઇપણ પ્રકારનું મનદુઃખ અથવા તો માથાકૂટ થઈ ન હતી. જેને કારણે પોલીસ હાલમાં સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાતે 3:30 વાગ્યે ફટાકડા ફૂટે તેવો અવાજ સંભળાતા લોકો દોડીને બહાર આવ્યા :
ઘટના અંગે ભકિતનગર પોલીસે જિલ્લા ગાર્ડન ચોક નજીક રહેતા 29 વર્ષીય ઇમ્તિયાઝ હારૂનભાઇ ધાનાણીની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સોની વિરુદ્ધ IPC 435, 114 પ્રમાણે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઇમ્તિયાઝે વિગતો આપતા કહ્યું હતું કે, હું રાત્રે 11:00 વાગ્યે ઘરમાં સુતો હતો.

મારૂં એક્ટીવા GJ-03-KS-7869 ને લોક કરી ઘરની બહાર રાખ્યું હતું તથા બીજુ એક પણ ઘર બહાર રાખ્યું હતું. ત્યારપછી રાત્રિના સાડા ત્રણ વાગ્યે અચાનક ફટાકડા ફૂટતાં હોય તેવા અવાજ થતાં તમામ લોકો જાગી ગયા હતા તેમજ બહાર નીકળી જોતાં બંને વાહન સળગતા દેખાયા હતા.

પાડોશમાં રહેતા રફિકભાઈના 2 વાહનો સળગતા જોયા :
પાડોશમાં રહેતા રફિકભાઇ અલીભાઇ મલેકના 2 વાહનો સળગતા જોયા હતા. આની સાથે જ નૌશાદભાઇ હુશેનભાઇ કુરેશીની માલિકીની CNG રીક્ષા પણ સળગતી જોઈ હતી. જેને કોઇએ મારા અથવા તો પછી મારા પડોશીઓ પ્રત્યે કોઇપણ કારણસર રાગદ્વેષ રાખી જ્વલંતશીલ પ્રવાહી છાંટી સળગાવી દીધા હોવાંનીસંભાવના રહેલી છે. હાલમાં તો પોલીસે ઇમ્તિયાઝ ધાનાણીની ફરિયાદ પરથી FRI દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને શોધી કાઢવા માટે મથામણ શરૂ કરી છે.

એક મકાનના દરવાજામાં પણ આગ પ્રસરી ગઇ :
વાહનો સળગાવવામાં પેટ્રોલ અથવા તો અન્ય કોઇ જ્વલંતશીલ પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાંની શકયતા રહેલી છે. આગ ઝડપથી પ્રસરી ગઇ હોવાંથી જોતજોતામાં કુલ 4 ટુ-વ્હીલર બળીને ખાખ થઇ ગયા હતાં. આ દરમિયાન એક ઘરના દરવાજામાં પણ આગ પ્રસરી ગઇ હતી. લોકોએ સમયસુચકતા વાપરીને પાણી છાંટી આગ બુઝાવી નાંખતાં આગળ ફેલાતી અટકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *