દેશના ગૃહમંત્રી અને ભાજપના કદાવર નેતા અમિત શાહનો આજે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અમિત શાહ છેલ્લા ઘણા સમયથી કોરોના પોઝિટીવ આવ્યા બાદ દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. દિલ્હીમાં કોરોના રોકવા માટે યોજેલી બેઠકો દરમિયાન તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આજે તેઓ ફરી સ્વસ્થ થયા છે જોકે, હજુ પણ તેઓ હોમ આઈસોલેશનમાં રહેશે.
આ બાબતે અમિતશાહે એક ટ્વીટ પણ કરી છે. જેમાં લખ્યું છે કે આજે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું ઇશ્વરને ધન્યવાદ કરું છું અને જેમણે મારી તબિયત માટે શુભકામનાઓ વ્યક્ત કરી અને મારા પરિવારને દિલાસો આપ્યો એ તમામનો હું દિલથી આભાર માનું છું. તબીબોની સલાહ પર હજુ બીજા કેટલાક દિવસ હું હોમ આઈસોલેશનમાં રહીશ.
Home Minister Amit Shah tests negative for #COVID19. pic.twitter.com/0ENSwRUqRh
— ANI (@ANI) August 14, 2020
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હતા. જો કે, હવે તેમની તબિયત સારી છે અને તેઓ કોરોનાથી સાજા થઈ ગયા છે. આ અંગે તેમણે ખુદ એક ટ્વીટ કરી જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે,
આજે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ નેગેટિવ આવ્યો છે. હું ઇશ્વરને ધન્યવાદ કરું છું અને જેમણે મારી તબિયત માટે શુભકામનાઓ વ્યક્ત કરી અને મારા પરિવારને દિલાસો આપ્યો એ તમામનો હું દિલથી આભાર માનું છું. તબીબોની સલાહ પર હજુ બીજા કેટલાક દિવસ હું હોમ આઈસોલેશનમાં રહીશ.
પ્રણવ મુખર્જી પણ લઈ રહ્યા છે સારવાર
દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. ભારત રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. મોદી સરકારના 4 મંત્રી સહિત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. દરરોજ કેસનો આંક હવે 60 હજાર પ્લસ આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews