“દિલ્હીના તોફાન હુલ્લડ અમિત શાહનાં ઈશારે થયા હતા” જાણો હવે કોણે કર્યો દાવો?

એકવીસમી સદીમાં એક બાજુ ટેકનોલોજી અને વિકાસની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ હજુ પણ લોકો હિંદુ-મુસ્લિમ ની માનસિકતા માંથી બહાર આવી શકતા નથી. જે લોકો વિજ્ઞાન-ટેકનોલોજી અને વિકાસની વાતો કરી રહ્યા છે એ જ લોકો ચૂંટણીઓ જીતવા માટે, મત મેળવવા માટે હિન્દુ મુસ્લિમોને ભડકાવીને એકબીજાની સામે લડવા માટે મજબૂર કરી રહ્યા છે.

મોદી સરકાર દ્વારા વિવાદાસ્પદ કાનૂન સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) સામે ડિસેમ્બર-2019માં વિરોધ શરૂ થયો. આ વિરોધ બે જૂથમાં વેચાઈ ગયો આ વિરોધ દર્શાવવા માટે રેલીઓ કાઢવામાં આવી જેમાં એક વાર આ એક નું સમર્થન કરનારો હતો તો બીજો વર્ગ આ એક નો વિરોધ કરનારો હતો આમાં પણ આપણી માનસિકતા માત્રને માત્ર હિંદુ મુસ્લિમ ની જ રહી છે.વિરોધ ની શરૂઆત આસામથી થઈ અને જોતજોતામાં દિલ્હી, મેઘાલય, અરુણાચલપ્રદેશ અને ત્રિપૂરા થઈને આ વિરોધનો વંટોળ દેશ આખામાં ફેલાવા લાગ્યો. જો કે, થોડાક સમય બાદ આ વિરોધ દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં કેન્દ્રિત થઈ ગયો. પરંતુ તે પૂર્વે ડિસેમ્બર-19માં જ આ વિરોધની હિંસામાં 27ના મોત થઈ ચૂક્યા હતા.

નાગરિકો અંગેના નવા કાયદા (સીએએ) અને નાગરિકોના રજિસ્ટર (એનઆરસી)ના વિરોધમાં આ વર્ષના ફેબ્રુઆરીમાં પાટનગર નવી દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં થયેલાં હિંસક તોફાનો ગૃહ પ્રધાન અમિત શાહે કરાવ્યાં હતાં. માર્ક્સવાદી પક્ષે રજૂ કરેલા ‘ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ’માં આવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટનો સાર એવો હતો કે તમામ હિંસક હુમલા હિંદુઓએ કર્યા હતા. મુસ્લિમો તો પોતાનો બચાવ કરવામાં વ્યસ્ત હતા.

આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, હિંસાને વધુ ભડકાવવામાં અને પોલીસ તપાસમાં પક્ષપાત કરવામાં અમિત શાહ જવાબદાર હતા. આ રિપોર્ટને માર્ક્સવાદી પક્ષે ‘ઇશાન દિલ્હીમાં હિંસક તોફાનો- ફેબ્રુઆરી 2020’ ટાઇટલ આપ્યું હતું.

રિપોર્ટમાં એવું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું કે, હુલ્લડ કે તોફાનમાં તો બે પક્ષો સામસામે સંડોવાયેલા હોય. દિલ્હીના હિંસક બનાવો એ પ્રકારના હુલ્લડ નહોતા. એમાં તો અમિત શાહના ઇશારે હિન્દુઓ હુમલા કરતા હતા અને મુસ્લિમો પોતાના બચાવ માટે હવાતિયાં મારતા હતા. પોલીસે હિન્દુત્વવાદી ભીડને પીઠબળ આપ્યું હતું. આ બધું ગૃહ પ્રધાન અમિત શાહના ઇશારે થયું હતું એવો આક્ષેપ પણ આ રિપોર્ટમાં કરાયો હતો.

દિલ્હીનાં તોફાનોમાં કુલ 53 વ્યક્તિએ જાન ગુમાવ્યા હતા. એમાં 40 મુસ્લિમો હતા અને 13 હિન્દુઓ હતા. રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે માર્ચની 11મીએ અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે હું દિલ્હી પોલીસના વડા અધિકારીઓના સંપર્કમાં છું અને પરિસ્થિતિનો ક્યાસ કાઢી રહ્યો છું. રિપોર્ટમાં એવો સવાલ કરવામાં આવ્યો હતો કે 24  ફેબ્રુઆરીએ હિંસા ફાટી નીકળી ત્યારે તરત કર્ફ્યૂ કેમ લાદવામાં નહોતો આવ્યો એ સમજાતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *