Lok Sabha Election 2024: ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે આજે સાણંદ ખાતે તેમના પ્રચારનો શ્રી ગણીશ કર્યો હતો. તેઓ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. ત્યારે આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા(Lok Sabha Election 2024) હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતે તેમણે ભવ્ય રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી હતી.
ગાંધીનગરમાં ત્રણ રોડ શો કરીને રેલીને સંબોધી હતી
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. તેમજ ચોમેર કેસરીયો લહેરાયો હતો. તેઓ આવતીકાલે લોકસાભ ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવશે.પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે 18 એપ્રિલે ગાંધીનગરમાં ત્રણ રોડ શો કરીને રેલીને સંબોધી હતી. ત્યારે આજના તેમના ભવ્ય રોડ શોમાં કફોડી ગરમીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ સતત જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
અમિત શાહના પુત્ર જય શાહ પણ રેલી સ્થળ સાણંદ પહોંચ્યા હતા
બીજી બાજું લોક લાડિલા ગુજરાતી નેતા અમિત શાહે પણ લોકોનું અભિવાદન જીલ્યું હતું. ત્યાર બાદ તેમણે ફુલોથી શળગારેલ ટ્રકમાં તેમની રેલીની શરૂઆત કરી હતી. તેમજ તેમની આ રેલીનું સુરક્ષાની દેખરેખ હેઠળ ડ્રોન દ્વારા શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન અમિત શાહના પુત્ર જય શાહ પણ રેલી સ્થળ સાણંદ પહોંચ્યા હતા. તેમજ લગભગ 500 મીટર જેટલું ચાલી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ પીતાના ચૂંટણી પ્રચારમાં પોતે પગપાળા જ ચાલ્યા હતા. આ સાથે જ ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ રેલીમાં જોડાયા હતા.
ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી અમિત શાહ બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે
આ રોડ શો ગૃહમંત્રીએ તેમના મતવિસ્તારમાં આવનાર વિસ્તારો માટે યોજ્યો હતો. જેમાં સાણંદથી રોડ શૉ ની શરૂઆત કરાઇ હતી. ત્યારબાદ કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને છેલ્લે વેજલપુરમાં રોડ શો યોજાશે. વેજલપુરમાં રોડ શો ના સમાપન બાદ અમિત શાહ જાહેરસભાને પણ સંબોધિત કરશે. આ રોડ શો માં મુખ્યમંત્રી સહિત સ્થાનિક સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહેશે. ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી અમિત શાહ બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે.
મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઊમટી પડ્યા
આ રેલીમાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. અમદાવાદમાં અમિત શાહની બીજી રેલી સાબરમતી વિધાનસભાથી શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય હર્ષદ પટેલ, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ રેલી શરૂ થશે એ સ્થળ રાણીપ શાક માર્કેટ પહોંચ્યા છે. તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઊમટી પડ્યા છે. સ્વામિનારાયણ સંતો દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવશે. રાણીપમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રેલીની શરૂઆત કરશે. સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભામાં પણ રેલી યોજાશે. રેલી નિહાળવા લોકો પોતાના ફ્લેટ અને દુકાન ઉપર જોવા મળી રહ્યા છે.
રેલીના રૂટ પર કેસરિયો માહોલ જોવા મળ્યો હતો
સાણંદમાં અમિત શાહ રેલી શરૂ થવાની હતી એ સ્થળે પહોંચતા જ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ફૂલોથી શણગારેલી ટ્રકમાં અમિત શાહ સવાર થઈ રેલીની શરૂઆત કરાવી હતી. આકરી ગરમીમાં પણ માનવમેદની ઊમટી પડી હતી. રેલીના રૂટ પર કેસરિયો માહોલ જોવા મળ્યો હતો. અમિત શાહે રેલીમાં ઊમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રેલીમાં જય શ્રીરામના નારા સતત લાગ્યા હતા. રેલીનું ડ્રોન દ્વારા કવરેજ અને સુરક્ષાની દેખરેખ રાખવામાં આવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App