નાસિક(Nashik)ની એક સોસાયટીમાં મોડી રાત્રે 15 વર્ષથી બંધ દુકાનની અંદરથી શરીરના અંગો(Body parts) મળી આવ્યા હોવાના ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં 8 કાન(8 ears), એક મગજ(A brain) અને બે આંખો(Two eyes)નો સમાવેશ થાય છે. દુકાનમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ બાદ રવિવારે સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં આ અંગો મળી આવ્યા હતા.
જણાવી દઈએ કે, ઘટના નાસિક શહેરની હરિ વિહાર સોસાયટીની છે. ખાસ વાત એ છે કે, આ ઘર મુંબઈ નાકા પોલીસ સ્ટેશનથી થોડે દૂર આવેલું છે. નાસિક પોલીસે પ્રાપ્ત થયેલા તમામ માનવ અંગોને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે. આ મામલાની તપાસ કરવા આવેલા નાસિક શહેર ડીસીપી પૂર્ણિમા ચૌગુલેએ જણાવ્યું કે, આ દુકાન ENT ડૉક્ટર કિરણ શિંદેના નામે છે. જે તેમણે 15 વર્ષ પહેલા કેટલાક મેડિકલ વિદ્યાર્થીઓને ભાડે આપી હતી. ત્યારથી આ દુકાન ચાવી ખોવાઈ જવાને કારણે બંધ હતી.
પોલીસે રિકવર કરેલા ભાગો કેટલાક બોક્સમાં કેમિકલયુક્ત રાખવામાં આવ્યા હતા. ડીસીપી પૂર્ણિમા ચૌગુલેના જણાવ્યા અનુસાર એવી પણ શક્યતા છે કે, આ માનવ અંગો મેડિકલ રિસર્ચ માટે લાવવામાં આવ્યા હશે. કારણ કે, જે રીતે આ કાન કાપવામાં આવ્યા છે, તેનાથી આવું જુ સાબિત થાય છે. આ સિવાય આ અવશેષોને જે રીતે કેમિકલમાં રાખવામાં આવ્યા છે. તે પણ આ જ બાબત તરફ ઈશારો કરી રહ્યો છે. જોકે, પોલીસ તપાસ હજુ ચાલુ છે અને તેઓ તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહ્યા છે.
ડીસીપી પૂર્ણિમા ચૌગુલેએ સોમવારે કહ્યું કે, તે આ મામલાને જલ્દી ઉકેલી લેશે. હાલમાં ડૉક્ટર કિરણ શિંદેનો સંપર્ક થઈ શક્યો નથી. તેમના નિવેદન બાદ આ બાબતનો ખુલાસો થઇ શકે છે. સ્થાનિક લોકોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. લોકોએ મેડિકલ સ્ટુડન્ટ્સના અહીં રોકાવાની પણ પુષ્ટિ કરી છે.
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, ડૉ.કિરણ શિંદેના બે બાળકો ડૉક્ટર છે. તેમાંથી એક દંત ચિકિત્સક છે અને બીજો કાન, નાક અને ગળાના નિષ્ણાંત છે. એટલા માટે પોલીસને વધુ શંકા છે કે, તેમના બાળકો અથવા તેમના મિત્રો તેને અહીં લાવ્યા હશે. બંનેને આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.