વરસાદને કારણે ખાડામાં બસ ખાબકતાં અનેક લોકોનાં જીવ મુકાયા જોખમમાં – જુઓ તસ્વીરો …

હાલમાં ચોમાસામાં અતિભારે વરસાદને કારણે રસ્તાઓ ભીનાં થઈ જવાથી ઘણી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ગઈકાલે જ એક ઘટના સામે આવી હતી જેમાં કુલ 2 યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે.

અમદાવાદમાં આવેલ વૈષ્ણોદેવી સર્કલની નજીક આજે જ એક મોટી દુર્ઘટના થતાં રહી ગઈ છે. અમદાવાદ શહેરમાં વિકાસનાં નામ પર જે કેપન વાતો થઈ રહી છે એ આ ઘટનામાં છાપડે ચઢીને પોકારી રહ્યો છે. રાજ્યમાં અતિભારે  વરસાદને લીધે ઘણાં રોડ-રસ્તાઓ તૂટી ગયેલાં છે ત્યારે મોટા અકસ્માતો થાય એ સ્વાભાવિક જ છે.

ચોમાસામાં ખાડાનગરીમાં બદલાઈ જતાં અમદાવાદની વરવી વાસ્તવિકતાની રજૂ કરતી આજે એક ઘટના બની હતી પણ સદ્દનસીબે મોટી જાનહાનિ થતી ટળી હતી.આ ઘટનાની મળતી જાણકારી મુજબ અમદાવાદમાં આવેલ SG હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલની નજીક AMTS બસ ખાડામાં ખાબકવાંની ગમખ્વાર ઘટના બની છે.

ટ્રાફિક પોલીસે ઘણાં મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. AMTS બસ ખાડામાં પડી જતાં મુસાફરોનાં જીવ પડીકે બંધાઈ ગયાં હતાં. આ ઘટનામાં કુલ 4 મુસાફરોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

સમગ્ર મામલામાં AMCની ઘોર બેદરકારી સામે આવી છે. કામ ચાલુ હોવાથી રસ્તા પર કોઈ પ્રકારના બેરિકેડ્સ લગાવાવમાં આવ્યા નથી. અમદાવાદના હાર્દસમા આ રસ્તા પરથી રોજના હજારોની સંખ્યામાં મુસાફરો પસાર થતા રહે છે, આવામાં આ સર્કલ દિવસેને દિવસે જોખમી બની ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *