લોકોની દિવાળી બગાડશે અમુલ- આજથી જ ચુપચાપ વધારી દીધા દૂધના ભાવ, જાણો નવા ભાવ

દિવાળી(Diwali 2022) પહેલા જ સામાન્ય જનતાને ફરી એક વખત મોટો ઝટકો લાગ્યો છે. ઝડપથી વધી રહેલી મોંઘવારી(Inflation)માં આજે સવારે જ ભાવ વધારાનો વધુ એક આંચકો…

દિવાળી(Diwali 2022) પહેલા જ સામાન્ય જનતાને ફરી એક વખત મોટો ઝટકો લાગ્યો છે. ઝડપથી વધી રહેલી મોંઘવારી(Inflation)માં આજે સવારે જ ભાવ વધારાનો વધુ એક આંચકો લાગ્યો છે. હકીકતમાં આજે સવારે જ દૂધના ભાવમાં વધારો થયો છે. દેશની સૌથી મોટી ડેરી અને દૂધ ઉત્પાદન કંપની અમૂલે(Amul milk price hike) પોતાના પેકેજ્ડ દૂધ(Packaged milk)ની કિંમતોમાં વધારો કર્યો છે. અમૂલનો આ નિર્ણય તહેવારો પર સામાન્ય માણસનું બજેટ બગાડી શકે છે. પરંતુ આ વધારો ગુજરાતમાં થયો નથી.

આજરોજ એટલે કે શનિવારથી જ સવારે અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. ખરેખર, અમૂલે દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. અગાઉ 17 ઓગસ્ટથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

કેટલી વધી કિંમત:
આ પહેલા પણ 17 ઓગસ્ટથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. નવા ભાવ મુજબ, અમૂલ શક્તિ દૂધ હવે પ્રતિ લિટર રૂ. 50, અમૂલ ગોલ્ડ પ્રતિ લિટર રૂ. 62 અને અમૂલ તાઝા પ્રતિ લિટર રૂ. 56ના ભાવે મળશે.

મધર ડેરીએ પણ દરમાં વધારો કર્યો:
મધર ડેરીએ પણ ઓગસ્ટમાં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. નવા દરો 17 ઓગસ્ટથી લાગુ થશે. આ પહેલા આ વર્ષે માર્ચમાં પણ મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. દર વધારાને ટાંકીને મધર ડેરીએ પણ તાજેતરમાં દૂધ-દહીં, છાશ વગેરેના દરમાં વધારો કર્યો હતો. રેટ વધારવા પર કંપનીએ કહ્યું કે ડીઝલની કિંમતમાં વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે દર વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. કંપનીનું કહેવું છે કે દૂધ અને દહીં જેવા ડેરી ઉત્પાદનોની કિંમતમાં વધારાનો ફાયદો તે ખેડૂતોને થાય છે જેમની પાસેથી મધર ડેરી માલ લે છે.

મધર ડેરી દૂધના નવા ભાવ:
જો વાત કરવામાં આવે તો મધર ડેરી દૂધના ભાવ ફુલ ક્રીમ દૂધ 61 રૂપિયા પ્રતિ લીટર, ટોન્ડ દૂધ 51 રૂપિયા પ્રતિ લીટર, ડબલ ટોન્ડ રૂ.45 પ્રતિ લિટર, ગાયનું દૂધ 53 રૂપિયા પ્રતિ લિટર, ટોકનાઇઝ્ડ દૂધ – 48 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *