પટણાના પીએમસીએચમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ડોક્ટરે 7 મહિનાના બાળકના પેટમાંથી આઠ મહિનાના બાળકનું મૃત ભ્રુણ કાઢ્યું છે. તેનાથી ડોક્ટર પણ હેરાન છે. ડોક્ટરોનું કહેવું છે કે હજારો લાખો બાળકો માં આવો એક મામલો સામે આવે છે.
હકીકતમાં એક મહિના પહેલા બિહારના બક્સર જિલ્લામાં રહેતા મહંમદ મોઈદ્દીને પોતાના છ મહિનાના બાળકને પેટમાં દુખાવો થવાના કારણે પીએમસીએચના બાળક વિભાગમાં દાખલ કરાવ્યો હતો. જેના બાદ ડોક્ટરોએ સીટી સ્કેન કર્યું. સીટી સ્કેનમાં બાળકના પેટમાં ભ્રુણ જોવા મળ્યું. બાળક છ મહિનાનો હતો એટલા માટે તેની ઉપર સર્જરી કરવાની તૈયારીમાં એક મહિનાનો સમય લાગ્યો.ગુરુવારે બાળવિભાગના ચાર ડોકટરોની ટીમે મળી સર્જરી કરી એક આઠ મહિનાના બાળકનું મૃત ભ્રુણ કાઢ્યું હતું.
આ બાળકના પેટમાં એક ગોળો હતો, જે ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. બાળકને પેશાબ કરવામાં તકલીફ થઈ રહી હતી, ખાવામાં પણ તકલીફ થઈ રહી હતી અને બાળક ધીમે ધીમે નબળું પડતું જતું હતું. એટલા માટે તેને દાખલ કરવામાં આવ્યો.
ડોક્ટરોએ તેને ઓપરેશન કરાવવાની સલાહ આપી, ત્યારે જ સુધારો થવાની સંભાવના છે, આ કેસમાં મોટું રિસ્ક છે. પચાસ હજાર બાળકો જન્મ લે ત્યારે આવો એક કેસ સામે આવે છે. જેને જન્મજાત બીમારી કહે છે. બાળકની સ્થિતિ હાલ સ્ટેબલ છે.
પટણા પીએમસીએચના શિશુ સર્જન ડૉ પ્રદીપ નંદને જણાવ્યું કે બાળકને એક મહિના પહેલાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના ઓપરેશનની તૈયારી માટે એક મહિના જેટલો સમય ચાલ્યો ગયો. જ્યારે અમે લોકોએ દાખલ કર્યો તે જ દિવસે ખબર પડી કે પેટમાં ગોળો છે. કઈ વસ્તુ નો ગોળો છે તે જાણવા માટે અમે સીટી સ્કેન કરાવ્યું તો માલૂમ થયું કે અંદર ભ્રુણ છે. ભ્રુણમાં હાથ-પગ બની ચૂક્યા હતા પરંતુ મરેલું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.