હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે જ કેટલાંક અન્ય તહેવારો પણ ઉજવવામાં આવતા હોય છે. હાલમાં જયારે દિવાળી નજીક આવી રહી છે ત્યારે ફટાકડાઓ પર જે દેવી-દેવતાઓના ફોટો લગાવવામાં આવે છે એની સામે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં આવેલ વલસાડમાં પણ હિન્દુ યુવા વાહિની,અગ્નિ વીર ગૌ સેવા દળ તથા હિન્દુ સંગઠનોએ સાથે મળીને વલસાડ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને હિન્દુ દેવી-દેવતાઓના ફોટો વાળા ફટાકડાનું વેચાણ બંધ કરાવવા માટે વિનંતી કરી હતી.
હિન્દુ સંગઠનોએ જણાવતાં કહ્યું હતું કે, ફટાકડા પર જે દેવી-દેવતાના ફોટો લગાવવામાં આવે છે એને લીધે હિન્દુ ધર્મની લાગણીઓ દુભાઈ રહી છે. જેને કારણે હિન્દુ ધર્મની લાગણીને માન આપી હિન્દુ દેવી-દેવતાના ફોટો વાળા ફટાકડાંનાં વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
હિન્દુ સંગઠનનાં આગેવાનોએ કહ્યું હતું કે, જો હિન્દુ દેવી-દેવતાના ફોટો વાળા ફટાકડાનું વેચાણ બંધ ન કરવામાં આવે તો “ધારા 296-A” અંતર્ગત જે-તે ફટાકડાના દુકાનદારની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે. આવેદન પત્ર આપવા માટે હિન્દુ આગેવાન બકુલ જોશી,પ્રદીપ સિંહ, હિન્દુ યુવા વાહિનીનાં જિલ્લા અધ્યક્ષ આયુષ પટેલ, અગ્નિવીર ગૌ સેવા દળનાં પ્રમુખ દિનેશ ચૌહાણ, ઉપપ્રમુખ હેમંત ખેરનાર તથા મોહિત ગુપ્તા, કમલેશ માલી, આશિષ ભાનુશાલી, પ્રતીક પટેલ,પ્રવીણ જાડેજા સહિત યુવાનો હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle