હાલમાં એક વૃદ્ધ મહિલાએ ભારે મહેનત બાદ મોતને ઘાટ ઉતરવામાં સફળતા મેળવી છે. ડોના ગેરાલ્ડા નામની 76 વર્ષીય મહિલા એક દિવસ અચાનક 10 ફૂટ ઉંડા ખાડામાં પડી ગઈ. ડોના આઠ દિવસ આ ખાડામાં ફસાયેલી રહી. પરંતુ, તે હિંમત હારી નહીં અને આખરે તેને સલામત રીતે બહાર કાઢવામાં આવી.
ડોના ગાયબ થયા બાદ તેના પડોશીઓએ તેની શોધ શરૂ કરી હતી. તેઓએ સ્થાનિક દુકાનો, હોસ્પિટલો અને કબ્રસ્તાનમાં પણ શોધી કાઢ્યા પરંતુ સફળતા મળી નહી. આ પછી સ્થાનિક લોકો એકઠા થયા અને એક સર્ચ પાર્ટી બનાવી અને લોકોએ સાથે મળીને ડોનાની શોધ શરૂ કરી.
ડોનાના પાડોશી રોસનાના કહેવા પ્રમાણે, અમે દસ મિનિટ સતત ચાલતા રહ્યાં ત્યારે મારી સાથેના લોકોએ ડોનાના નામની બુમો પડવાની શરૂ કરી. અને સદભાગ્યે, ડોનાએ પણ અમને અવાજ આપ્યો. આ ઉપરાંત ડોનાને ડાયાબિટીઝ છે અને તે દરરોજ ઇન્સ્યુલિન શોટ લે છે. આવી સ્થિતિમાં ડોનાની હાલત ખૂબ ગંભીર બની ગઈ હતી.
આ બચાવ ટીમમાં હાજર એક વ્યક્તિએ કહ્યું, તે બરાબર વાત કરી શકતી હતી પરંતુ તે ત્યાં કેવી રીતે પહોંચી તે સમજી શકાયું નહીં. જ્યારે મેં તેને પૂછ્યું કે, તમારું જીવન કેવી રીતે બચી ગયું, ત્યારે આ મહિલાએ કહ્યું કે હું માત્ર વરસાદનું પાણી પીને જીવી રહી છું. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.
ફાયર ટીમ દ્વારા ડોનાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી અને તબીબી તપાસ માટે સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ડોકટરોને આશ્ચર્ય થયું કે ડોનાને ફ્રેક્ચર, કોઈ ઈજા અથવા કોઈ આંચકો નથી. જ્યારે ડોના જેવા વૃદ્ધ વ્યક્તિ માટે માત્ર 8 દિવસ વરસાદના પાણી પર જીવન ગુજારવું આ એક મોટો પડકાર છે. આ ઘટના બ્રાઝીલમાં બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle