ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી(MSU)માં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ(Engineering)માં અભ્યાસ કરી રહેલા 17 વર્ષના વિદ્યાર્થી મયુર શીર્ષદે મિત્રના એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં મિત્રના ઘરે આવી આત્મહત્યા કરનાર સ્ટુડન્ટે કયા કારણોસર આપઘાત કર્યો તેનું રહસ્ય હજુ અકબંધ છે. આ અઘ્તના અંગે ગોત્રી પોલીસ દ્વારા આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હજુ તો મિત્રને મળ્યો પણ નહોતો અને એપાર્ટમેન્ટ પરથી કૂદી ગયો:
મળતી માહિતી અનુસાર, જાણવા મળ્યું છે કે, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી 798, ગોકુળનગરમાં મયુર ક્રિષ્ણા શીર્ષદ રહે છે. બુધવારના રોજ મોડી સાંજે તે ગોત્રી રોડ ઉપર આવેલા શિવાલય હાઇટ્સમાં રહેતા મિત્રને મળવા માટે આવી પહોચ્યો હતો અને તે મિત્રને મળે તે પહેલાં શિવાલય હાઇટ્સના ડી બ્લોકના પાંચમાં માળેથી પડતું મૂકી મોતને વ્હાલું કરી લીધું હતું. સાંજે 7 વાગ્યાના અરસે પાર્કિંગમાં પડવાનો અવાજ આવતા જ બિલ્ડિંગમાં રહેતા મયુરના મિત્ર પરિવાર સહિત બિલ્ડિંગના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
માતા અને ભાઇ-બહેનના હૈયાફાટ રૂદને ચકચાર મચાવી દીધી:
મિત્રને મળવા ગયેલ શિવાલય હાઇટ્ર્સના પાંચમાં માળેથી મયુર શીર્ષદે પડતું મૂકતાની સાથે જ તેનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. વિસ્તારમાં ચકચાર મચાવી મુકનાર આ ઘટનાની જાણ મયુરના પરિવારજનોને કરવામાં આવતા તુરંત જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં માતા તેમજ ભાઇ-બહેનના હૈયાફાટ રૂદને સમગ્ર પંથકમાં શોકની લાગણી પાથરી દીધી હતી. તે સાથે આ ઘટનાની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ રતિલાલ સ્ટાફ સાથે તાત્કાલિક જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
હેડ કોન્સ્ટેબલ રતિલાલના જણાવ્યા અનુસાર, ગોત્રી રોડ શિવાલય હાઇટ્સના ડી બ્લોકના પાંચમાં ફ્લોર ઉપરથી નીચે પડતું મૂકનાર મયરુ શિર્ષદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. મયરુના પિતા દુબઇમાં છે. આ ઘટનાની જાણ પરિવારને થતા જ માતા અને ભાઇ-બહેન ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ આ ઘટના અંગે ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.