ગુજરાત માટે અપશુકનિયાળ દિવસ: રાજ્યમાં અલગ અલગ ત્રણ અકસ્માત, આટલા ના મોત…

Gujarat triple accident: ગુજરાતમાં જાણે કે અકસ્માતોની વણજાર હોય તેવા સમાચાર આજે સામે આવ્યા છે. અમદાવાદ જીલ્લાના ધંધુકા રાણપુર રોડ પર અકસ્માત સર્જાતા 1 મહિલાનું મોત થયું છે અને અન્ય 2 લોકો ઘાયલ થયા છે. નાગનેશ ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે(Gujarat triple accident) અકસ્માત સર્જાતા દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત થતાં લોકો ઘટનાસ્થળે દોડી ગયા છે. કારમાં સવાર 5 લોકો નાગનેશ ગામના હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રો મુજબ દીકરાના લગ્ન હતા ત્યારે માતાનું ઘટના સ્થળે મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. ઇજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત
ભાવનગર જીલ્લામાં સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. રાજપરા ગામ પાસે કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં એક વ્યકિતનું મોત, અન્ય 3 ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મૃતક રાજુલા પંથકના હોવાનું સામે આવ્યું છે.

સાયલા નેશનલ હાઈવે પર અકસ્માત
સુરેન્દ્રનગરમાં સાયલા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. પશુ સાથે કાર અથડાતા કારમાં બેઠેલા 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તો બીજી બાજુ કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા હતા.

24 કલાકમાં 3 અકસ્માતમાં 5ન મોત
છેલ્લા 24 કલાકમાં 3 અકસ્માતમાં 5ન મોત થતાં ચકચાર મચી જવા પામી છે. પશુ સાથે કાર અથડાતા કારમાં બેઠેલા 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તો કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા હતા. વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા 7ને ઈજા પહોંચી છે.