વડોદરા(ગુજરાત): ગુજરાતમાં હિટ એન્ડ રનના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ફરી એક વાર વડોદરા શહેર નજીક આવેલા રણોલી ગામ હિટ એન્ડ રનો બનાવ જોવા મળ્યો છે. આ ઘટનામાં ટેન્કર ચાલકે વૃદ્ધને અડફેટે કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માત બાદ ટેન્કર ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. અકસ્માતની જાણ પોલીસને થતાં છાણી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સયાજી હોસ્પિટલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.
મળતી માહિતી મુજબ, વૃદ્ધ ટેમ્પો લેવા માટે નીકળ્યા હતા. વડોદરા શહેર નજીક આવેલા રણોલી ગામ સ્થિત મારૂતિ રેસિડેન્સીના રહેવાસી જશવિન્દરસિંઘ સુચાસિંઘ જાટ પોતાનો છોટા હાથી ટેમ્પો ચલાવીને છૂટક ડ્રાઇવિંગનું કામ કરે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, તેઓ આજે સવારે 8 વાગ્યાની આસપાસ રણોલી ગામ સ્થિત તેમના ઘરેથી બાઇક લઈને રણોલી પાસે જ આવેલી ગતિ કંપની પાસે મૂકેલો તેમનો ટેમ્પો લેવા ગયા હતા.
અક્સમાત બાદ ટેન્કરનો ચાલક ભાગી ગયો હતો. આ દરમિયાન પદમલા ગામ જતા સર્વિસ રોડના વળાંક પાસે અને પાન કોર્નરની સામે પાછળથી પુરઝડપે આવતા ટેન્કરે જશવિન્દરસિંઘને ટક્કર મારી હતી. ટેન્કર ચાલકે નિયંત્રણ ગુમાવી દેતા ટેન્કરના ટાયર જશવિન્દરસિંઘ પર ફરી વળ્યું હતું. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ટેન્કરનો ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.