અયોધ્યાના રામ મંદિરમાં ગોળીબાર: સુરક્ષામાં તૈનાત 25 વર્ષના SSF જવાનનું મોત, ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ

Ayodhya Ram Mandir Firing: અયોધ્યા રામ મંદિર પરિસરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. મંદિરના પરિસરમાં તૈનાત એક SSF જવાનને અચાનક જ માથામાં ગોળી(Ayodhya Ram Mandir Firing) વાગી ગઈ હતી. જે બાદ SSF સૈનિકનું મોત થતા પરિસર તેમજ સ્થાનિક વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ત્યારે આ મામલે પોલીસ તેમજ SSF દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે રામજન્મભૂમિ સંકુલમાં એક SSF જવાનને શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી છે, જેના કારણે તેનું મોત થયું છે. રામજન્મભૂમિની સુરક્ષા માટે SSF જવાન તૈનાત હતા. જો કે, ગોળી કયા કારણોસર વાગી તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જ્યાંથી તેને ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો હતો અને ટ્રોમા સેન્ટરના તબીબે સૈનિકને મૃત જાહેર કર્યો હતો.

સવારે વાગી ગોળી
મળતી માહિતી મુજબ, સૈનિકને સવારે લગભગ 5 વાગે ગોળી વાગી હતી. આ ઘટના રામ મંદિરથી માત્ર 150 મીટર દૂર બની હતી. રામજન્મભૂમિની સુરક્ષા માટે SSF જવાન તૈનાત હતા. સૈનિકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હોવાનું કહેવાય છે. શત્રુઘ્ન વિશ્વકર્મા 2019 બેચના હતા.

તે આંબેડકર નગરના સન્માનપુર પોલીસ સ્ટેશનના કાજપુરા ગામનો રહેવાસી હતો. વિષ્કર્મા પીએસીમાંથી એસએસએફમાં તૈનાત થયા હતા. તમને જણાવી દઈએ કે મંદિરની સુરક્ષા માટે SSF ફોર્સની રચના કરવામાં આવી છે.

પોલીસે શરુ કરી તપાસમાં
જો કે, પોલીસ તપાસ કરી રહી છે કે સૈનિકને આગળથી માથામાં કેવી રીતે ગોળી વાગી. તે જ સમયે, પોલીસનું કહેવું છે કે તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ બધું સ્પષ્ટ થશે. સાથે જ મિત્રોએ જણાવ્યું કે ઘટનાના થોડા સમય પહેલા શત્રુઘ્ન મોબાઈલ જોઈ રહ્યો હતો. પોલીસે મૃતક સૈનિકના પરિવારજનોને આ અંગે જાણ કરી છે. માહિતી મળતા જ પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારે આ અંગે શહેરમાં હડકંપ મચી ગયો છે.