ગુજરાતના આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસે સેન્ટ્રલ વેર હાઉસ પાછળ રહેતા યુવકએ છ માસ પહેલા મૃત્યુ પામેલી પત્નીનાં વિરહમાં પોતાની બે માસૂમ દીકરીઓને સાથે આત્મહત્યા કરી લીધી છે. પિતા અને બે દીકરીઓના મોતની ઘટનાને સાંભળતા સમગ્ર વિસ્તારમાં શોક છવાય ગયો છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દુધવાડાના રહેવાસી ચિરંજીવી ઘનશ્યામભાઈ પ્રજાપતિના લગ્ન આણંદની લતા નામની યુવતી સાથે થયા હતા. છેલ્લા ત્રણ વર્ષથી ચિરંજીવી આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસે સેન્ટ્રલ વેર હાઉસ પાછળ પોતાની બે દીકરીઓ અને પત્ની સાથે રહેતો હતો. ચિરંજીવીની પત્ની લતાબેન છ મહિના પહેલા પુત્રને જન્મ આપી મૃત્યુ પામી હતી.
ચિરંજીવીની પત્નીના અવસાન બાદ 3 બાળકોને તેની સાસુ સુશીલાબેન ઉછેરતા હતા. પરંતુ ચિરંજીવીને મૃત્યુ પામેલી પત્નીની બહુ યાદ આવતી હતી અને પત્નીનો વિરહ અસહ્ય થઇ પડ્યો હતો. પત્નીનો વિરહ અસહ્ય થઇ જતા ચિરંજીવીને આત્મહત્યાનો વિચાર આવ્યો હતો. પોતાના મૃત્યુ બાદ દીકરીઓ અનાથ ના બને તે માટે ગઈ રાત્રીએ ચિરંજીવીએ પોતાની બંને દીકરીઓને ઝેરી દવા પીવડાવી હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
સવારે જયારે દૂધવાળો દૂધ આપવા આવ્યો ત્યારે દરવાજો નહીં ખોલતા આસપાસના લોકોએ દરવાજો ખોલી અંદર જોયું તો ચિરંજીવીનો મૃતદેહ દોરડા સાથે લટકતો હતો અને બંને દીકરીઓ પથારીમાં મૃત હાલતમાં પડી હતી. ઘટનાની જાણ થતા જ આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. આ બનાવ અંગે વધુ તપાસ શરુ કરી છે.
ચિરંજીવીનો છ મહિનાનો પુત્ર તેની નાની પાસે સુઈ રહ્યો હોવાથી તે બચી ગયો હતો. આ માસુમ દીકરાએ માતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવતા આખા વિસ્તારમાં શોકનો મહોલ છવાય ગયો હતો. પોલીસે ઘરમાંથી ચીરંજીવીએ લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે પોતાની પત્નીનાં વિરહમાં આત્મહત્યા કરતો હોવાનું તેમજ પોતાની બન્ને દિકરીઓને પણ સાથે લઈ જઈ રહ્યો હોવાનું જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.