Husband caught red-handed: પત્નીના સંબંધીઓએ પતિને તેની પ્રેમિકા સાથે સંબંધ બનાવતા રંગે હાથે પકડી પાડ્યો હતો, જ્યારે તેની પત્ની ઘરેથી બહાર હતી. આ ઘટના આંધ્રપ્રદેશના પાલનાડુ જિલ્લામાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર પાલનાડુ જિલ્લાના સતેનાપલ્લીમાં રહેતા વાસુના લગ્ન અઢી વર્ષ પહેલા પાલનડું જિલ્લાના નકીરેકલ તાલુકાના પલકંડાના રહેવાસી નવ્યાશ્રી સાથે થયા હતા. (Husband caught red-handed)વાસુ સતેનાપલ્લીમાં પ્લાસ્ટિકનો જથ્થાબંધ વ્યાપારી હતો. તે અલગ અલગ જગ્યાઓએથી પ્લાસ્ટિકની વસ્તુઓ લાવી સતેનાપલ્લીમાં વેપાર કરતો હતો. પ્રસુતિને લીધે તેણે પોતાની પત્નીને એક મહિના સુધી તેના પિયર મોકલી દીધી હતી. ત્યારબાદ તે સતેનાપલ્લીમાં એકલો રહેતો હતો.
વેપાર ધંધા માટે તે કાયમ હૈદરાબાદ આવતો જતો હતો. તે સમયે તેની મુલાકાત એક સંબંધીની દીકરી ગાયત્રી સાથે થઈ. તે પરિચય પ્રેમમાં બદલાઈ ગયો. ત્યારબાદ બંને વચ્ચે સંબંધો ચાલી રહ્યા હતા. ત્યાં સુધી કે જ્યારે તેની પત્ની બાળકને જન્મ આપ્યા ઘરે પાછી આવી. ત્યારે પણ તેણે ફક્ત થોડા સમય માટે જ પોતાની સાથે રાખી અને પછી કોઈ કારણો ને લઈને પાછી તેને પોતાના પિયર મોકલી દીધી હતી. જોકે તે છેલ્લા એક વર્ષથી પોતાની પત્નીને મળવા પણ ગયો ન હતો. અને તે એવું કહેતો હતો કે તે શહેરમાંથી બહાર છે અને એટલા માટે તે મળવા નથી આવતો. ત્યારબાદ તે ગાયત્રીને હૈદરાબાદથી પોતાની પાસે સતેનાપલ્લીમાં લાવી. બંને સાથે રહેવા લાગ્યા. પત્નીને તેના વિશે ખબર ન પડે એટલા માટે તેણે અલગથી ઘર લીધું હતું.
જોકે જ્યારે તેની પત્નીના સંબંધીઓને આ વિશે શંકા ગઈ તો તેમણે વાસુ પર નજર રાખવાની શરૂ કરી. આ દરમિયાન તેમને ખબર પડી કે વાસુ ગાયત્રીની સાથે રહે છે. અને તેણે પોતાના સંબંધીઓ સાથે મળી તેને રંગે હાથે ઝડપી પાડ્યો. વાસુએ પોતાની પત્નીને જોઈ ભાગવાનો પ્રયત્ન કર્યો. પતિની સાથે સાથે અને સંબંધીઓએ પ્રેમી માટે શબ શુદ્ધિકરણની વિધિ કરી. બંનેને રિક્ષામાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા અને પોલીસને હવાલે કરી દીધા. પોલીસે આ મામલે કેસ નોંધી લીધો અને તપાસ કરી રહી છે. જોકે ગાયત્રી પોતાના માતા પિતાને જણાવ્યા વગર વાસુ સાથે ચાલી આવી હતી. એટલા માટે તેમના માતા પિતાએ પણ હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને દાવો કર્યો હતો કે તેની દીકરી ગુમ થઈ ગઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App