ખૂબ જ ટૂંક સમયમાં android 16 થશે જાહેર, જાણો તેના ધમાકેદાર ફીચર્સ વિશે

Android 16 will be released very soon: ગૂગલ આગામી મહિને એટલે કે જૂન 2025માં Android 16ના ફાઇનલ વર્ઝનને રોલઆઉટ કરે તેવી આશા રાખવામાં આવી રહી છે. એન્ડ્રોઇડ 16 આવવાની સાથે અપડેટેડ યુઝર ઇન્ટરફેસ સાથે ઘણા નવા જેમિની એઆઇ- પાવર્ડ (Android 16 will be released very soon) ફીચર્સ રજૂ કરવામાં આવશે. એન્ડ્રોઇડ 16ને સૌથી પહેલા પિક્સલ ડિવાઇસિસ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે નોંધનીય છે કે એન્ડ્રોઇડ 16 તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોનને સપોર્ટ નહીં કરે. એન્ડ્રોઇડ 16 અપડેટ મેળવવા માટે તમારી પાસે એક સપોર્ટેડ ડિવાઇસ હોવું આવશ્યક છે.

એન્ડ્રોઇડ 16 ને પહેલા ગૂગલ પિક્સેલ ઉત્પાદનોમાં ઉપલબ્ધ કરાવવાની અપેક્ષા છે. આ સીરીઝમાં ફોન, ટેબલેટ અને સ્માર્ટવોચ સામેલ છે. આ પછી એન્ડ્રોઇડ 16 અપડેટને સેમસંગના ફ્લેગશિપ ફોનમાં રોલઆઉટ કરવામાં આવે તેવી સંભાવના છે.

ઘણા પિક્સેલ સ્માર્ટફોનમાં સૌથી પહેલા અપડેટ મળવાની આશા
જો ગૂગલ આવતા મહિને એન્ડ્રોઇડ 16 સ્ટેબલ વર્ઝન રજૂ કરે છે તો ઘણા પિક્સેલ સ્માર્ટફોનને સૌથી પહેલા અપડેટ મળવાની આશા છે. આગામી એન્ડ્રોઇડ 16 અપડેટને સૌથી પહેલા પિક્સલ 6 સીરીઝ (પિક્સલ 6, 6 પ્રો અને 6એ), પિક્સલ 7 લાઇનઅપ (પિક્સલ 7, 7 પ્રો અને 7એ) તેમજ લેટેસ્ટ પિક્સેલ 8 ફેમિલી (પિક્સલ 8, 8 પ્રો અને 8એ) સ્માર્ટફોનમાં રોલઆઉટ કરવામાં આવશે.

આ ઉપરાંત આગામી પિક્સલ ફોલ્ડ અને આગામી પિક્સલ 9 વેરિઅન્ટ જેવા કે પિક્સલ 9, 9 પ્રો, 9 પ્રો એક્સએલ, 9 પ્રો ફોલ્ડ અને 9એમાં પણ એન્ડ્રોઇડ 16 અપડેટ મળવાની આશા છે.

સેમસંગના ફ્લેગશિપ ફોનમાં પણ મળશે એન્ડ્રોઇડ 16 અપડેટ
સેમસંગ સૌથી પહેલા તેના લેટેસ્ટ અને આગામી હાઇ-એન્ડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 16 સ્ટેબલ અપડેટ રજૂ કરે તેવી અપેક્ષા છે. ગેલેક્સી એસ 25 સિરીઝ, તેમજ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 અને ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 સ્માર્ટફોન, વન યુઆઇ 8 ના બીટા અને ફાઇનલ અપડેટ રોલઆઉટ જોવા મળે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત નેક્સ્ટ જેટ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 અને ગેલેક્સી ઝેડ ફ્લિપ 7ને પણ એન્ડ્રોઇડ 16 આધારિત વન યુઆઇ 8 સાથે લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

એન્ડ્રોઇડ 16માં શું હોઇ શકે છે ખાસ
એન્ડ્રોઇડ 16 માં ઘણા સારા વિઝ્યુઅલ અને ઇન્ટરેક્ટિવ નવા ફિચર્સ આવવાની અપેક્ષા છે. યૂઝર્સ ઘણા નવા એનિમેશનનો આનંદ માણી શકે છે. નોટિફિકેશન પેનલને નવા ઇન્ટરફેસ સાથે પણ ઉપલબ્ધ કરાવી શકાય છે.