“માતા અન્નપુર્ણા લેઉવા પાટીદારોના કુળદેવી”- ક્લિક કરી જાણો ઈતિહાસ

માતા અન્નપુર્ણા લેઉવા પાટીદારોના કુળદેવી: પંજાબથી પાટણવાડા થઇ અડાલજ આવેલા લેવા પાટીદાર પરિવારોએ અડાલજમા ચૌમુખી વાવ બનાવડાવી હતી અને તેમા સવામણસોનાની મૂર્તિ પધરાવી હતી.આ મુર્તિ પાણીમા નહી પણ વાવમા બાધેલ.વિશાળ ગોખમા પધરાવી હતી. ત્યાર બાદ ગામની બહાર એક મંદિર બનાવ્યુ હતુ.એવુ ઈતિહાસકાર સ્વ.બાબુભાઈ પેથાણીનુ સંશોધન બતાવે છે.

સ્વ. બાબુભાઈ તેમના સંશોધનને સપોર્ટ કરતા કેટલાક પ્રસંગો પણ ટાક્યા છે તે જોઈએ…

જેમા પ્રથમ પ્રસંગમા ગૌતમી ગૌત્રી વરણા વાસા નામના કણબીએ ખેતરમા પાકની વૃધ્ધિ માટે અને ધન ધાન્ય,તંદુરસ્તી કાજે ઇ.સ.૯૨૭ મા માગસર સુદ ૬ ને દિવસે માતા અન્નપૂર્ણાને ચુદડી ઓઢાડી પોતાની કરદેવી અંબાજી ગેલને તેડી ઉજવ્યો હતો. બીજા પ્રસંગમા ઇ.સ.૧૨૯૩મા માગસર માસની સુદ ૬ ને સોમવારે માતા અન્નપૂર્ણાને સોના-રૂપાથી મઢેલી ચુદડી ઓઢાડી પોતાના કરદેવી બહુચરાજી ના નિવેદન સાથે દેતરડા ગામના અજા પટેલે ઉજવ્યો હતો.

ત્રીજો પ્રસંગ ઇ.સ.૧૫૫૨ મા માગસર સુદ ૬ ને મંગળવારે સાવડા વાજડ ઢોરા (એ કાળમા આવા નામ હોવાનો અંદાજ છે) ગામના કણબી પટેલે “અન્નપૂર્ણા”ની જાત્રા કરી પોતાનુ ગામ ધુમાડાબંધ જમાડ્યુ હતુ.આ પ્રસંગે પોતાની કરદેવીઓ રાદલ અને ખોડિયારને તેડ્યા હતા.

ચોથા પ્રસંગમા પોતાના ખેતરમા ભરપૂર ધાન્યની ઉપજ થતા કડુ ગામના ઘુસા આણંદ અને પુના પરબત ચકલાસિયા નામના બે ભાઈઓએ ઇ.સ.૧૫૯૯ ના માગસર સુદ ૬ ને ગુરૂવારે કુળદેવી અન્નપુર્ણાને ચુદડી ઓઢાડી પોતાની કરદેવીઓ મહાકાળી અને બ્રહ્માણીને તેડીને નાત જમાડી હતી.

પાચમા પ્રસંગ ટાકતા સ્વ.બાબુભાઈ જણાવે છે કે:-ઇ.સ.૧૭૧૯મા માગસર સુદ ૬ ને શુક્રવારે ભાવનગરના રીકડીયા ગામના ભીમજીદાદા નામના કણબી પટેલે”અન્નપૂર્ણા” ના એકવીસ દિવસના વ્રત કર્યા હતા બાદ ૨૨ મા દિવસે સમસ્ત રીકડીયા ગામની લેવા પાટીદારની નાત જમાડી હતી.આ પ્રસંગે તેમણે પોતાના કરદેવીઓ બ્રહ્માણી અને ખોડિયાર માતાજીના નિવેદન કર્યા હતા. આના પરથી ચોખ્ખો ખ્યાલ આવે છે કે પ્રાચીન અને મધ્યકાલીન સમયમા પણ લેવા પાટીદારો પોતાની જ્ઞાતિઆરાધ્ય દેવી માતા અન્નપુર્ણાને ભુલ્યા વગર પ્રથમ તેમને ચુદડી ઓઢાડી પછીથી જ કરદેવીઓને મહત્વ આપતા હતા.

શ્રી બાબુભાઈ પોતાની નોધમા એટલે સુધી પણ લખે છે કે પ્રાચીનકિળ અને મધ્યકાળમા લેવા પાટીદારો ખેતરમા વાવણી કરતા પહેલા માતા શ્રી અન્નપુર્ણાની પહેલી પુજા કરતા અને ગામમા વસતા તમામ લેવા પાટીદારો એક રસોડે જમતા. એ કાળમા દરેકની કરદેવીનુ જેટલુ મહત્વ હતુ તેટલુ જ મહત્વ જ્ઞાતિ આરાધ્ય દેવી મા અન્નપૂર્ણાનુ હતુ.પરિણામે કોઈ ખેડુના ખેતરમા ઉપજની કમી આવતી નહી.ન કોઈ રોગચાળો આવતો.ધન ધાન્યની કોઠીઓ હંમેશા ભરાયેલી રહેતી હતી.

આ ઉપરાત’ કારવણનો ઈતિહાસ’ લખનાર શ્રી હિરાભાઈ શામજીભાઈ તેમના પુસ્તકના પાના ૧૨૧-૧૨૪ મા પણ નોધે છે કે:- લેવા પાટીદારોના વંશવારસો પોતાના કુળદેવી અન્નપૂર્ણાને લઈ અડાલજ આવ્યા.ત્યા તેમણે ચોમુખી વાવ બંધાવી તેમા કુળદેવી અન્નપુર્ણા દેવી ની સવામણ સોનાની મુર્તિ પધરાવી હતી. ગુજરાતના વિદ્વાન લેખક ચંદ્રકાન્ત બક્ષી તેમના મહાજાતિ ગુજરાતી પુસ્તકમા લખે છે કે :- જેમ કડવા પાટીદારોના કુળદેવી ઉઝામા સ્થાપીત છે તેમ લેઉવા પાટીદારોના કુળદેવી અમદાવાદ પાસે અડાલજમા છે.

આ ઉપરાત ગુજરાતના બીજા વિદ્વાન લેખક ઈશ્વર પેટલીકરે તેમના ‘તેજ તિમિર’ નામના લેખમા અને વિદ્વાન લેખક શાતિલાલ ઠાકરે ‘નડિયાદના ઈતિહાસ’ તેમજ બીજા અનેક લેખકોએ અડાલજમા લેઉવા પાટીદારોની કુળદેવી હોવાનુ નોધ્યુ છે. ગુજરાતના લેઉવા પાટીદારોના બારોટોના મોટા ભાગના ચોપડાઓમા પણ લેઉવા પાટીદારોના કુળદેવી મા અન્નપૂર્ણા અડાલજ મા છે તેવી નોધ છે.

મોટાભાગના બહુમતી કડવા પાટીદારોમા ‘બંધુકા લગ્ન પ્રથાને લીધે ઉઝા અને ઉમિયા માતાજી સાથેના સબંધો અને શ્રધ્ધા ભક્તિ જીવંત રહ્યા છે.આથી સમગ્ર કડવા પાટીદારોમા તેમના કુળદેવી તરીકે ખાસ સ્થાન રહ્યુ છે. આ લેખની માહિતી કડવા પાટીદારોના ઈતિહાસ અને અખિલ ભારતીય કૂર્મિક્ષત્રિય પાટીદાર ઈતિહાસના વાચનેથી પ્રાપ્ય કરેલ છે. -પોસ્ટબાય: પોપટભાઈ પટેલ ઘેલડા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *