ભારત સહિત દુનિયાભરમાં લોકપ્રિય બનેલી સાઉથ કોરિયન વેબ સિરીઝ ‘સ્ક્વિડ ગેમ’ (Squid Game) ના ચાહકો માટે સારા સમાચાર છે. આ ડાર્ક કોરિયન ડ્રામા વેબ સિરીઝના નિર્માતાઓએ તાજેતરમાં તેના બીજા ભાગની જાહેરાત કરી છે. ‘Squid Game’ના દિગ્દર્શક, લેખક, અને નિર્માતા હ્વાંગ ડોંગ-હુકુ દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી. વેબ સિરીઝનો બીજો ભાગ ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે.
વેબ સિરીઝના ડાયરેક્ટરે ફેન્સ માટે એક ખાસ સંદેશ આપ્યો છે-
નિર્માતાઓ તરફથી ‘Squid Game’ના બીજા ભાગની પુષ્ટિ મળ્યા પછી, નેટફ્લિક્સે વેબ સિરીઝના ડિરેક્ટર હવાંગ ડોંગ-હુકુએ ચાહકો માટે સોશિયલ મીડિયા પર એક ખાસ મેસેજ શેર કર્યો છે. નેટફ્લિક્સે વેબ સિરીઝનું 10-સેકન્ડનું વિડિયો ટીઝર શેર કર્યું અને લખ્યું, “રેડ લાઇટ…ગ્રીન લાઇટ! સ્ક્વિડ ગેમ કાયદેસર રીતે સીઝન 2 સાથે પાછી આવી છે.” સીરિઝનું આ ટીઝર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
અમે સંપૂર્ણ નવા રાઉન્ડ સાથે પાછા આવ્યા છીએ-
અન્ય પોસ્ટમાં, નેટફ્લિક્સે ડિરેક્ટરનો પત્ર શેર કર્યો. જેમાં હવાંગ ડોંગ-હુકુએ લખ્યું હતું કે, “અમે સંપૂર્ણ નવા રાઉન્ડ સાથે પાછા ફર્યા છીએ. ગયા વર્ષે, સ્ક્વિડ ગેમની પ્રથમ સિઝન લાવવામાં 12 વર્ષ લાગ્યા હતા. પરંતુ, Netflixને અત્યાર સુધીની સૌથી લોકપ્રિય સીરીજ બનવામાં માત્ર 12 દિવસની વાર લાગી હતી. સ્ક્વિડ ગેમના લેખક, દિગ્દર્શક અને નિર્માતા તરીકે, હું વિશ્વભરના ચાહકોનો આભાર માનું છું.”
સિઓંગ ગી-હ્યુન અને ફ્રન્ટ મેન પણ પરત ફરી રહ્યા છે-
કોરિયન થ્રિલર શોના દિગ્દર્શકે નોટમાં આગળ લખ્યું, “અમારો શો જોવા અને પસંદ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે સિઓંગ ગી-હ્યુન પાછા આવી ગયા છે. ફ્રન્ટ મેન પણ પાછો આવ્યો છે. સીઝન 2 આવી રહી છે. આ જાહેરાત બાદ ચાહકો શ્રેણીની બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
‘સ્ક્વિડ ગેમ’ સપ્ટેમ્બર 2021માં રિલીઝ થઈ હતી-
તમને જણાવી દઈએ કે ‘Squid Game’ની પહેલી સીઝન સપ્ટેમ્બર 2021માં Netflix પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ શોને ભારત સહિત દુનિયાભરના ચાહકોએ ખૂબ પસંદ કર્યો હતો. એટલું જ નહીં, ‘Squid Game’ Netflixની અત્યાર સુધીની સૌથી હિટ વેબ સિરીઝમાંથી એક છે. 9 એપિસોડની આ શ્રેણી રિલીઝ થયાના 4 અઠવાડિયાની અંદર, તેની વ્યુઅરશિપ 1,650 મિલિયન કલાક સુધી પહોંચી ગઈ હતી.
‘સ્ક્વિડ ગેમ’ની પ્રથમ સિઝનની વાર્તા-
‘સ્ક્વિડ ગેમ’ એવા કેટલાક લોકોની વાર્તા છે જેઓ જીવનમાં પોતાની જાતને હારી ગયેલા માને છે. તે બધાને એક દિવસ સ્પર્ધા માટે બોલાવવામાં આવે છે. જેમાં વિજેતાને મોટી રકમ આપવામાં આવે છે. બધા સ્પર્ધકોએ અજાણ્યા ટાપુ પર બાળપણમાં રમાતી કેટલીક રમતો રમવાની હોય છે. જ્યાં સુધી વિજેતા જાહેર ન થાય ત્યાં સુધી દરેકને બંધક બનાવવામાં આવે છે અને દરેક રમતમાં હારેલા સ્પર્ધકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
One Reply to “આવી રહી છે ‘Squid Game’ નો બીજી સીઝન- જાણો ક્યારે થશે રીલીઝ”