ગજેરા ગ્લોબલ સ્કૂલમાં ‘પ્લાન્ટ અ સ્માઇલ’ની થીમ પર વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી…

Gajera Global School: ગજેરા ગ્લોબલ સ્કૂલ, પાલમાં તારીખ ૪ જાન્યુઆરીએ વિદ્યાર્થીઓનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા (Gajera Global School) અને સુનિતા મેકરસ્પેસના ફાઉન્ડર કુમારી કિંજલ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે લાયન્સ કેન્સર ડિટેકશન ટ્રસ્ટના ચેરમેન શ્રી અશોક કાનુંગા સાહેબ, ઇંડિયન નેશનલ ટેકવોનડો ટીમના કોચ શ્રી પમીર શાહ સાહેબ, આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલના જોઇન્ટ જનરલ મેનેજર શ્રી અવધેશ લાખેરા સાહેબ, એલ એંડ ટી પ્રાઇવેટ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી અમિત ગુપ્તા સાહેબ, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર શ્રી ક્રિયા દોશી મેડમ, ડાન્સ ઈન્ડિયા ડાન્સના વિજેતા શ્રી શ્રધ્ધા શાહ મેડમ, પાલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી કૃણાલ ગાધે સાહેબ, ઓલપાડ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ચેતન જાધવ સાહેબ, એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પોલીસ ઇન્સ્પેકટર શ્રી અલ્પેશ ગાબાની સાહેબ, જીએસટી ઓફિસર શ્રી અમિતેન્દ્ર બર્નવાલ સાહેબ સહિત અન્ય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

‘પ્લાન્ટ અ સ્માઇલ’ની થીમ પર વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી
અતિથિઓએ પોતાના અનુભવી જ્ઞાનશબ્દોથી વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધિત કર્યા હતા. સાથે નર્સરી, જુનિયર કે.જી. અને સિનિયર કે.જી. ના ભૂલકાઓથી માંડી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ ‘પ્લાન્ટ અ સ્માઇલ’ની થીમ ખૂબ સુંદર ડાન્સ પ્રસ્તુત કર્યા હતાં.

શાળાને 10 વર્ષ પૂરાં થતાં ‘પ્લાન્ટ અ સ્માઇલ’ અંતર્ગત વિદ્યાર્થીઓએ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ, કૌશલ્ય વિકાસ, પર્યાવરણ જાગૃતિ અને વ્યક્તિગત વિકાસ તથા આનંદને અનુલક્ષી વાર્ષિક પ્રોજેક્ટો હાથ ધરેલ છે. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, આચાર્યો, શિક્ષકો, અગ્રણીઓએ પર્યાવરણની રક્ષા કરવાની સાથે દરેકના ચહેરા પર સ્મિત ફેલાય એવી પ્રતિજ્ઞા લીધી હતી.

ઉપરાંત ‘પ્લાન્ટ અ સ્માઈલ’ની થીમ પર ખેડૂતો માટે ઉપયોગી એવું મોડલ ફાર્મ રજૂ કર્યુ હતું. જે એઆઈ આધારિત ફાર્મમાં વીજળી, પાણી અને ખેડૂતની શક્તિને બચાવતો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટને સેન્સર અને ઉપકરણો સાથે જોડવામાં આવ્યાં હતા. આ પ્રોજેક્ટને વાલીઓ તથા વિદ્યાર્થીઓએ જગતના તાત માટે ઉપકારક ગણાવ્યો હતો. અંતે શાળાના પ્રિન્સિપાલ શ્રીમતિ શ્વેતા પરિહારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો અને મદદનીશ સ્ટાફની મહેનતને બિરદાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.