સુરત (Surat): ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં આવેલા અડાજણ વિસ્તારમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોપેડ ચાલક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટના એમ હતી કે, ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર કારમાં જઈ રહી હતી. ત્યારે અચાનક એક મોપેડ સવાર મહિલા આવી અને તેથી અકસ્માત સર્જાયો હતો.
મહિલા ડોક્ટરે કહ્યું કે, કાઈ પણ સમજાય તે પહેલાં જ મોપેડ પર સવાર મહિલા મારી કાર સામે આવી ગઈ હતી. અચાનક સામે આવતા મારી કાર સાથે અથડાઈ હતી. આ દ્રશ્ય જોઇને ડોક્ટરને ચક્કર આવ્યા અને ત્યાજ બેભાન થઈ ગઈ હતી. જયારે ડોક્ટરએ આખો ખોલી ત્યારે તે હોસ્પિટલમાં હતી.
આ ગમખ્વાર અકસ્માત સુરતમાં આવેલા અડાજણ વિસ્તારની એલપી સવાણીથી સ્ટાર બજાર તરફ જઈ રહેલા રસ્તા પર સવારે એક મોપેડ અને કાર વચ્ચે થયો હતો. આ ઘટનામાં મોપેડ ચલાવતી મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. મોપેડ અચાનક ઓડી કારની સામે આવી ગયું હતું. આ કાર ફિઝિયોથેરાપિસ્ટ મહિલા ડોક્ટર હતી.
એલપી સવાણીવાળા રોડ પર મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, કામગીરીને લઈ રોડ પર પતરાના શેડ બનાવવામાં આવ્યા છે. શેડ સાથે મોપેડ પર સવાર મહિલા ભટકાઈ હતી અને અચાનક ડોક્ટરની કારની સામે આવી પડી ગઈ હતી. મળેલી માહિતી અનુસાર 40 વર્ષીય રીટાબેન ગોહિલનું મોત નીપજ્યું હતું. ડોક્ટર નેહા પાનસુરીયાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, હું કંઈ પણ સમજુ તે પહેલા જ મોપેડ અચાનક કાર સામે અવી ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.