ગુજરાતમાં અવાર-નવાર BRTS બસ દ્વારા અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે. હજુ બે દિવસ પહેલા જ BRTS બસ દીવાલ સાથે ટકરાતા બે ભાગમાં અમદાવાદ શહેરના આંબેડકરબ્રિજ નજીક આજે વહેલી સવારે BRTS બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આંબેડકર બ્રિજ ઉતરી ચંદ્રનગર તરફ જતા BRTS બસ કોરિડોરમાં દાખલ થતી હતી. ત્યારે પાછળથી આવતા ટેમ્પો સાથે બસ અથડાઇ હતી. આ અકસ્માતમાં કોઈને ઇજા થઇ ન હતી. લોકેશન પાસે 2 રેલિંગ તૂટી ગઈ હતી. ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ડ્રાઈવરે જોયા વગર ઓવરટેક કરી અને અકસ્માત સર્જાયો
મળતી માહિતી મુજબ, આજે સવારે BRTS બસ આંબેડકરબ્રિજથી ઉતરી ચંદ્રનગર તરફ BRTS કોરિડોરમાં જતી હતી, ત્યારે બસ ચાલકે પાછળ જોયા વગર જ કોરિડોરમાં જવા દેતા પાછળથી ઓવરટેક કરવા જતાં ટેમ્પો સાથે બસ અથડાઇ ગઈ હતી. બસ ચાલકે બસ એવી રીતે ચલાવી હતી કે BRTS કોરિડોરની રેલિંગ પણ તૂટી ગઈ હતી. BRTS બસના અકસ્માતની ઘટનાઓ ફરી એકવાર વધી રહી છે. એક વર્ષ પહેલાં પાંજરાપોળ પાસે BRTS બસ અકસ્માતમાં બે યુવકના મોતની ઘટના બાદ બસચાલકોને નિયંત્રિત સ્પીડ અને ટ્રેનિંગ સાથે બસ ચલાવવા કહ્યું હતું પરંતુ ફરી એકવાર હવે ડ્રાઈવરો બેફામ બસો દોડાવતા થઈ ગયા છે.
બે દિવસ પહેલા BRTS અન્ડરબ્રિજમાં ઘૂસી ગઈ હતી
બે દિવસ પહેલા શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં હતાં, જેને પગલે બે લોકોને ઈજા પહોંચી હતી. આ બે ઈજાગ્રસ્તમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ-વ્હીલરચાલક આડે આવ્યો હતો, જેને પગલે તેને બચાવવા જતાં આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.
સ્ટીયરિંગ લોક થવાથી અન્ડરબ્રિજમાં અથડાઈ, પેસેન્જર્સને છેલ્લા સ્ટેશને ઉતારતાં મોટી દુર્ઘટના ટળી
BRTS બસ ઓવર સ્પીડ અને સ્ટીયરિંગ લોક થવાને કારણે ડિવાઈડર પર ચઢી અન્ડરપાસના પિલ્લર સાથે અથડાઈ હતી, જેને પગલે બસના વચ્ચેથી અડધે સુધી ફાડિયાં થઈ ગયાં હતાં. આ અકસ્માતની થોડી ક્ષણો પહેલાં જ તમામ પેસેન્જર પ્રગતિનગર પાસે ઊતરી જતાં અકસ્માતમાં મોટી ખુવારી થતાં સહેજમાં બચી ગઈ હતી.
આ સમગ્ર ઘટના એટલી ગંભીર હતી કે, બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી, જેને કારણે માત્ર બસની અંદરનો ભાગ કાટમાળ બની ગયો છે. ઈજાગ્રસ્ત બનેલા ડ્રાઈવર રમેશ મકવાણા પ્રગતિનગર પાસે પેસેન્જરને ઉતારીને બસને RTO ડેપો પાસે લઇ જતા હતા. એ સમયે અન્ડરપાસમાં બસ ઉતારતાંની સાથે જ બસનું સ્ટીયરિંગ લોક થવાને કારણે બસ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ અને અકસ્માત થયો.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ ગુજરાતનાં અમદાવાદ શહેરમાં BRTS બસ અકસ્માત કરવા માટે કુખ્યાત છે. આજે પણ શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં બસ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા હતા. જેને કારણે કુલ 5 લોકોને ઈજા પહોંચી છે. આ 5 ઈજાગ્રસ્ત લોકોમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે. મળેલ જાણકારી પ્રમાણે આજે બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અન્ડર બ્રિજ પાસેથી પસાર થતી વખતે એક ટૂ વ્હીલર ચાલક આડે આવ્યો હતો. જેને કારણે ડ્રાઈવરે ટૂ વ્હિલર ચાલકને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle