વધુ એક Electric Scooter ભડકે બળ્યું- જો તમારી પાસે હોય અથવા લેવાનું વિચારી રહ્યા હોવ તો આ વાતનું રાખજો ધ્યાન!

ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric two-wheeler)માં આગ(Fire) લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. મહારાષ્ટ્ર (Maharashtra)માં પુણે(Pune) અને તમિલનાડુ (Tamil Nadu)ના વેલ્લોર(Vellore) બાદ હવે નવી ઘટના તમિલનાડુમાં…

ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric two-wheeler)માં આગ(Fire) લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. મહારાષ્ટ્ર (Maharashtra)માં પુણે(Pune) અને તમિલનાડુ (Tamil Nadu)ના વેલ્લોર(Vellore) બાદ હવે નવી ઘટના તમિલનાડુમાં જ મન્નાપરાઈ (Mannaparai)ની છે.

Electric Scooter માં આગ લાગી:
સિંગાપોરમાં ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા મુરુગેસન રજાઓમાં પોતાના ઘરે આવ્યા હતા. તેણે પાંચ મહિના પહેલા Electric Scooter ખરીદ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર Okinawa કંપનીનું છે. સિંગાપોર પાછા ફરતા પહેલા, તેણે 27 માર્ચે તેના મિત્ર બાલુની દુકાનની બહાર તેનું Electric Scooter પાર્ક કર્યું હતું. બીજા દિવસે જ્યારે તેના મિત્ર બાલુએ તેની દુકાન ખોલી ત્યારે ઇલેક્ટ્રિક સ્કૂટરમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ પછી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી. આજુબાજુ પાણી ન હોવાના કારણે પડોશીઓની મદદથી પાણી અને મિનરલ વોટર નાખી આગ ઓલવવામાં આવી હતી.

પુણેમાં ઓલા સ્કૂટરમાં આગ:
આવી જ ઘટના અગાઉ શનિવારે મહારાષ્ટ્રના પુણેના ધનોરી વિસ્તારમાં બની હતી. ત્યાં પણ ઓલા સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં Electric Scooter રસ્તા પર સળગવા લાગ્યું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

તે જ સમયે, વેલ્લોરમાં પણ, થોડા દિવસો પહેલા, Electric Scooterના ચાર્જિંગ દરમિયાન, તેની બેટરીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં પિતા-પુત્રીના મોત થયા હતા. જોકે આ ઘટનાની તપાસમાં તેણે વાહન ચાર્જ કરવા માટે જૂના સોકેટમાં ચાર્જર મૂક્યું હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે શોર્ટ સર્કિટ થઈ હતી અને બેટરીમાં વિસ્ફોટ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *