મેલડી માતાના નામે પાખંડ કરતો વધુ એક નકલી ભુવો ઝડપાયો, તેના કાંડ જાણીને આત્મા કંપી ઉઠશે

Fake Bhuvo caught in Bhachau: યુવતીની છેડતીનો મળેલા વિડીયોના આધારે ભચાઉમાં રહેતો અને છેલ્લા 20 વર્ષથી મસાણની મેલડીના નામે ધૂણી રમેણમાં જોવાનું કામ કરી (Fake Bhuvo caught in Bhachau) માતાજીના નામે ભુવા તરીકે લોકોને છેતરતા ભવન કરશનભાઇ જાદવનો ખેલ ઉઘાડો પાડી વિજ્ઞાન જાથાએ 1270 મો પર્દાફાશ કર્યો હતો. ભુવાએ પોતાની ધતિંગલીલા સંકેલી માફી માગી લીધી છે.

ભચાઉમાં રહેતા ભવન કરશનભાઇ જાદવ ભુવા તરીકે મસાણી મેલડી માતાજીના નામે ધૂણી રમેણમાં જોવાનું કામ કરી દાણા પાડવા, બિમારના સાજા કરવા, વિધિ-વિધાન કરતો હતો. તે રૂ.2,500 થી રૂ.50 હજાર ફી વસુલતો હતો.છેલ્લા 20 વર્ષથી માતાજીના નામે છેતરપિંડી આચરતો હતો. એ તો ઠીક પણ મજબુર, દુ:ખી મહિલાઓને ટાર્ગેટ કરી શોષણ કરતો હતો.તેની વચ્ચે મહિલાની છેડતીનો મામલો C.C. T.V. માં ઝડપાયો અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ગાંધીધામની ભુઇનો પર્દાફાશ કર્યો ત્યારે તેની સાથે સાંઠગાંઠ હોવાનું ખુલ્યુ઼ હતું અને ત્યારબાદ આજે વિજ્ઞાનજાથાએ ભચાઉ પોલીસને સાથે રાખી આ ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કરતાં ભુવાએ લોકોની માફી પત્ર લખી પોતાની ધતિંગ લીલા સંકેલી લીધી હતી.

પોલીસે અટકાયતી પગલા લીધા હતા અને ભુવો પોલીસ કસ્ટડીમાં ધકેલી દેવાયો હતો.પર્દાફાશમાં જાથાના જયંત પંડયાની નિગરાનીમાં રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલની શ્રેષ્ઠ કામગીરી કરી હતી.તો આ કામગીરીમાં સહકાર આપનાર પોલીસ વિભાગનો પણ વિજ્ઞાન જાથાએ આભાર વ્યક્ત કર્યો હતો.

પીડિતાના છેડતી સંબંધી ફરિયાદની તજવીજ
ગાંધીધામમાં માતાજીના નામે ચાલતા ધતિંગનો પર્દાફાશ થયા બાદ ભચાઉ રહેતા આ ભુવા ભવન કરશનભાઇ જાદવની ધતિંગ લીલાનો પર્દાફાશ કરાયો હતો સાથે તેનો યુવતીની છેડતી કરતો વિડીયો બહાર આવ્યો છે તેમાં પિડીતાની છેડતી સબંધે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધવા પણ તજવીજ હાથ ધરાઇ છે.

માતાજીનો ડર બતાવી મોત સુધીની વાત કરતો
પોતે મસાણી મેલડી માતો ભુવો હોવાનું કહી મજબુર લોકો પોતાના દુ:ખ-દર્દ દુર કરવા તેની પાસે આવતા તેમને માતાજીનો ડર બતાવી મોત સુધીની વાત કરે, સ્મશાનમાં લીંબુ-મરચા, સ્મશાનના ખાટલે વિધિ,રાત્રિના ભૂત-પ્રેત બોલાવી પીડિતોનો ભ્રમમાં નાખતો, કચ્છમાં ગામેગામ રમેણના ધાર્મિક કાર્યક્રમમાં ધૂણવું આ તેની લીલાઓનો વિજ્ઞાનજાથાએ પર્દાફાશ કર્યો હતો.