Child Organ Donation: ટેકસ્ટાઈલ અને ડાયમંડ સીટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે ત્યારે સુરતમાં વાટલીયા પ્રજાપતિ સમાજમાં શિવમ નિલેશભાઈ ખસતીયા નામનો 7 વર્ષીય બાળક ધૂળેટીના દિવસે પહેલા માળેથી નીચે પટકાયો હતો.જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવવામાં આવ્યો હતો.જેમાં તેને બ્રેઈન હેમરેજ થયું હોવાનું સામે આવ્યા હતું. ત્યારબાદ મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ 48 કલાક બાદ શિવમની પરિસ્થિતિમાં સુધારો નહીં જણાતા વિશેષ રીપોર્ટ કરાતા બ્રેઇન ડેડ(Child Organ Donation) જાહેર કરવામાં આવ્યો હતો.જે બાદ તેના પરિવારે બાળકના અંગદાન કરવાનો નિર્ણય લઇ પોતાના એકના એક 7 વર્ષીય દીકરાના લીવર અને બંને કિડનીનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.તેમજ આ બાળકના અંગોના કારણે ત્રણને નવજીવન મળશે.
પહેલા માળેથી પટકાયા બાદ ગંભીર ઇજા પહોંચી
ધુળેટીના દિવસે આશરે સાંજે છ વાગે શિવમ ખસતિયા પહેલા માળે ઘરની બાલ્કનીમાં ક્રિકેટ બોલથી પોતાના મિત્રો સાથે રમતો હતો,ત્યારે પહેલા માળે ઉભેલ શિવમએ પોતાના શરીરનું બેલેન્સ ગુમાવતા પહેલા માળેથી નીચે જમીન ઉપર પટકાયો અને ઈજાગ્રસ્ત થયેલ હતો.જે બાદ સ્થળ ઉપર હાજર શિવમના પિતરાઈ ભાઈ તેઓને વલવાડા ગામના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ ગયા હતા,જ્યાં બાળકની પરિસ્થિતિ જોતા ત્યાંથી દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે સલાહ આપી હતી.તે દરમિયાન રસ્તામાં બાળકના શ્વાસ બંધ થઈ જતા સુનિતાબેન પટેલ (PHC -સુપરવાઇઝર) તેઓએ બાળકને તુરંત સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું અને અધવચ્ચે જ પોતાની સુજબૂજથી 108 નો કોન્ટેક કરી અને બારડોલી સ્થિત સરદાર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.
સિટી સ્કેન રીપોર્ટમાં બ્રેઈન હેમરેજ હોવાનું સામે આવ્યું
આ સમગ્ર ઘટનામાં પિતરાઈ ભાઈએ એમના સબંધી ડો.મેઘજી ઘોઘારીનો સંપર્ક કર્યો હતો પરંતુ ધૂળેટીનો તહેવાર હોવાથી ડો. મેઘજી ઘોઘારીએ અગાઉથી સરદાર હોસ્પિટલની ટીમને ખડે પગે સ્ટેન્ડબાય કરી દીધી હતી. ત્યાં સિટી સ્કેન રીપોર્ટમાં બ્રેઈન હેમરેજ જણાતું હોવાથી તેઓને તાત્કાલિક સર્જરી ની જરૂરિયાત હોય, જેથી સુરત સ્થિત નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.
બ્રેઇનડેડ જાહેર થતા અંગદાનનો નિર્ણય લીધો
નિર્મળ હોસ્પિટલમાં ન્યુરોસર્જન દ્વારા તેઓનું મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, તેમ છતાં પણ 48 કલાક બાદ શિવમ ની પરિસ્થિતિમાં સુધારો નહીં જણાતા વિશેષ રીપોર્ટ કરાતા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.જે બાદ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાગૃત ડો. મેઘજીભાઈ ઘોઘારી અને ડો. હિતેશ ચિત્રોડા દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ ગોંડલીયા, વિપુલ તળાવિયા ડો. નિલેષ કાછડીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અંગદાનની માહિતી માટે પરિવારના સભ્યોને જીવનદીપ ઓર્ગન ડોનેશનની સમગ્ર ટીમ દ્વારા મુલાકાત લઈ અંગદાન કરવા માટે પૂરતી સમજ આપવામાં આવી હતી. પિતા નિલેશભાઈ, માતા દક્ષાબેન, પિતરાઈ વિશાલભાઈ, મામા વિરેન્દ્રભાઈ, ભરતભાઈ, જગદીશભાઈ, રમેશભાઈ, ભગવાનભાઈ, પ્રેમજીભાઈ, ડો. મેઘજીભાઈ ઘોઘારી સહિત વિચાર કરવામાં આવ્યો કે શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ ત્યારે સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ અંગદાન કરવાની પ્રક્રિયા કરવાની સંમતી આપી હતી.
ત્રણ લોકોને નવજીવન મળ્યું
આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતી મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો. નિર્મળ ચિલ્ડ્રન હોસ્પિટલ માંથી સોટો માં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરાવવામાં આવી હતી. સોટો ગુજરાત દ્વારા લીવર અને બન્ને કિડનીનું દાન IKDRC હોસ્પિટલના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું.SOTO ગુજરાત દ્વારા લીવર અને બંને કિડનીનું દાન IKDRC હોસ્પિટલના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું. ઓર્ગન સમયસર સુરતથી અમદાવાદ પહોંચાડવા માટે ગ્રીન કોરીડોરની સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ 13મુ અંગદાન સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. લીવર અને બન્ને કીડીનીઓના અંગદાન થકી અન્ય ત્રણ લોકોને નવજીવન મળનાર છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App