છૂટા રૂપિયા આપવા મામલે ચોકબજારના એક ચીટરનો વધુ એક દુકાનદાર ભોગ બન્યો છે. છેલ્લા છ મહિનામાં લગભગ 6 લોકો આ ચીટરનો ભોગ બની ચુક્યા છે. છતાં હજુ સુધી આ ઠગ પોલીસની પકડમાં આઈ રહ્યો નથી, ઉપરથી પોલીસે આવા ઠગો સામે એફઆઈઆર નોંધવાને બદલે ફક્ત અરજી જ લે છે. આ બાબતે ઉમરા પીઆઈ સાલુકેનો સંપર્ક કરતા તેમણે મોબાઇલ રિસીવ કર્યો ન હતો.
છેલ્લા છ મહિનાથી ડુમસ રોડથી લઈને વીઆઇપી રોડની વાત કરીએ તો છુટા પૈસાના નામે એક વ્યક્તિ ખુલ્લેઆમ ચીટીંગ કરી રહયો છે. તેનો ચહેરો સીસીટીવીમાં કેદ થયો છતાં પોલીસ તેને પકડવામાં નાકામ રહી છે.
છુટા રૂપિયા માંગવાનું નાટક કરીને રૂપિયા પડાવવાની સુરતમાં સતત છઠ્ઠી ઘટના, પોલીસ આરોપીઓથી દૂર… #Surat #Gujarat #crime @TrishulNews pic.twitter.com/dCcJ5r9xEf
— Trishul News (@TrishulNews) August 20, 2020
છ મહિનામાં આ ચોરએ 6 જણાને પોતાના શિકાર બનાવ્યા છતાં પોલીસે એક પણ કેસ નોંધ્યો નથી. કેસ કયા કારણોથી નોંધતી નથી તે એક તપાસનો વિષય છે. ઠગની રહેઠાણ સહિતની માહિતી પોલીસ પાસે આવી ગઈ છે. છતાં પોલીસ ગુનો દાખલ કરવામાં કેમ મોડું કરે છે તે તપાસનો વિષય છે.
જેનો વધુ એક દુકાનદાર મંગળવારે સાંજે શિકાર બન્યો છે. પિપલોદ લેકવ્યુ હોટલની પાછળ ભાગ્ય લક્ષ્મી સોસાયટી નજીક મધુરમ ડેરીની બાજુમાં જલારામ સ્ટોરમાં એક ઠગએ પોતે બાજુની અપોલો મેડિકલ સ્ટોરનો માલિક હોવાની વાત કરી ભાઈ કયા ગયો એવું કહ્યું હતું.
પછી દુકાનમાંથી ફરસાણ ખરીદી કરી મારી પાસે 100 અને 200ની નોટોના બંડલો પડેલા છે કહી અને 10 હજારના છુટા આપવાની વાત કરી હતી. દુકાનમાંથી 10 હજારની રકમ ઠગ લઈ ગયો હતો. દુકાનના કારીગરે હાથમાં બે થેલા લઈને તેની સાથે છુટા રૂપિયા લેવા ગયો હતો. થોડા જ અંતરે જઈ ઠગએ કારીગરને કીધું કે મેડિકલમાંથી રૂપિયા આપી દેશે હું ગાડીમાં સામાન મુકી આવું કહી ફરાર થઇ ગયો હતો.
આવી મોડન્સ ઓપરેન્ડીથી ઠગએ અત્યાર સુધીમાં મગદલ્લામાં નોનવેજની દુકાન 20 હજાર, વેલેન્ટાઇનની પાછળ હોટેલ 10 હજાર, મગદલ્લા મામા-ભાણેજની દુકાન 5 હજાર, વેસુ અતુલ બેકરી 4 હજાર અને પાર્લે પોઇન્ટના મોલમાંથી 10 હજારની રકમ પડાવી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews