ગુજરાતના માથે વધુ એક મુસીબત: કોરોના વચ્ચે ફેલાઈ રહી છે આ ભયંકર બીમારી, જાણો લક્ષણો અને બચવાના ઉપાય

કોરોનાનું સંક્રમણમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે અને આ કોરોના કેટલાય લોકોને ભરડામાં લઇ ચુક્યો છે અને બીજા કેટલાક લોકોને પોતાના સકંજામાં…

કોરોનાનું સંક્રમણમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે અને આ કોરોના કેટલાય લોકોને ભરડામાં લઇ ચુક્યો છે અને બીજા કેટલાક લોકોને પોતાના સકંજામાં લે એ તો આવનારો સમય જ બતાવી શકે. ત્યારે ગુજરાતમાં પણ સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં એક બીજા રોગની એન્ટ્રી થઈ ચુકી છે. તો ચાલો જાણીએ આ નવા ખતરનાક રોગ વિશે…

કોરોના કરતા વધુ ખતરનાક સ્વરૂપ રાજકોટ શહેરમાં જોવા મળ્યું છે. આખા વિશ્વમાં ક્યારેક જ જોવા મળતા અને ભયંકર ગણાતા ‘મ્યુકોમાઈકોસીસ’ રોગનું પ્રમાણ કોરોનાની સાથે જોવા મળી રહ્યું છે જે ચિંતાજનક બાબત કહી શકાય. સિવિલ હોસ્પિટલોના સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રોગનું જોખમ લોહીની ગાંઠો થઈ જવી, ફેફસામાં ઇનફેક્સન લાગવું અને સ્ટેરોઈડ અથવા તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં ખાનગી અને સરકારી હોસ્પીટલમાં આ 80 જેટલા કેસો જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં ઝડપથી પ્રસરી રહ્યો છે આ રોગ:
હમણાં જ સપ્ટેમ્બર અને ઓક્ટબરમાં કોરોના ખુબ જ તેજી સાથે આગળ વધી રહ્યો હતો ત્યારે આ પ્રકારના રોગના અમુક કેસો જોવા મળી રહ્યા હતા, પરંતુ હાલમાં તે ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

રોગના લક્ષણો:
ચહેરાના એક ભાગમાં સોજો આવવો.
માથાનો દુખાવો થવો.

સાઈનસ(નાકની આજુબાજુનો ભાગ) જામ થઈ જવું.
નાક ઉપર કે અંદર કાળા ચાઠાં પડવા.
છાતીમાં દુખાવો થવો.

ઉલટી થવી.
કફ થવો.
પેટમાં દુખાવો થવો જેવા વગેરે…

આ રોગની શંકા જાય તે પહેલા જ આપણા શરીરમાં પ્રસરી જાય છે. આ પ્રકારનો રોગ ‘મ્યુકરમાઈસીટીઝ’ નામની ફૂગથી ફેલાઈ રહ્યો છે જે વાતાવરણમાં હોય છે. આ ફૂગ આમ તો તમામ લોકોના શરીરમાં પ્રવેશતી હોય છે પરંતુ આપણા શરીરમાં રહેલ રોગપ્રતિકારક શક્તિ તેમનો નાશ કરે છે. જયારે કોઈ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય ત્યારે તે વ્યક્તિને આ રોગ થવાની શક્યતા વધુ જણાય છે.

એક ડોકટરે જણાવ્યું છે કે, આ અગાઉ અમે આવા કેસોમાં ઓપરેશન કરી ચુક્યા છીએ પણ હાલમાં આ કેસો વધુ પ્રમાણમાં અને ખુબ જ ગંભીર પરિસ્થિતિમાં આવી રહ્યા છે. કોરોનાનું આ કે નવું રૂપ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, આ રોગ કોઈ વાયરસથી નહી પરંતુ ફૂગને કારણે ફેલાઈ છે. આ રોગ નો ચેપ કોરોના વાયરસની જેમ ફેલાતો નથી પરંતુ આપડે કાળજી રાખવી ખુબ જ જરૂરી છે.

આ રોગથી બચવા માટેના ઉપાયો:
રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવવી.
બાફ લેવો.

હળદર અને આરોગ્યપ્રદ સાદો ખોરાક લેવો.
નાક અને ગાળાની કાળજી રાખવી વગેરે જેવી સલાહો ડોકટરો આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *