funeral procession: વ્યક્તિએ આ સંસાર માં જન્મ લીધો છે, એનું એકના એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે.મૃત્યુ આપણા જીવન ની સત્ય હકીકત ઘટના છે. એને કોઈ નથી બદલી શકતું. એને કોઈ ટાળી [પણ શકતું નથી. મૃત્યુ પછી વ્યક્તિ ની અંતિમયાત્રા કાઢવામાં આવે છે.અંતિમયાત્રામાં(funeral procession) જવું શુભ માનવામાં આવે છે અને એ સિવાય ક્યાય અંતિમયાત્રા જોવી પણ શુભ માનવામાં આવે છે.
ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે મૃત્યુ જ્યારે કોઈ વ્યક્તિની નજીક આવે છે, ત્યારે યમરાજ તેમને કેટલાક સંકેતો પણ આપે છે.યમરામના બે દૂત મૃત્યુ પામનારા લોકોની પાસે આવે છે અને માત્ર પાપી મનુષ્ય જ યમના દૂતોથી ડરતા હોય છે. સારા કર્મો કરવાવાળા વ્યક્તિને મૃત્યુ સમયે પોતાની સામે દિવ્ય પ્રકાશ દેખાય છે, અને તેમને મૃત્યુ ડર પણ નથી લાગતો.
ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર ,જે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તે બોલી નથી શકતા. અંત સમયે વ્યક્તિનો અવાજ પણ બંધ થઇ જાય છે અને તેનો અવાજ ઘરઘરાવા લાગે છે. એવું લાગે છે કે કોઈ તેમનું ગળું દબાવી રહ્યું હોય. તો ચાલો જાણી લઈએ કે શું કામ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
મૃત્યુ પછી જયારે વ્યક્તિ ને દેહ સંસ્કાર માટે લઇ જવામાં આવે છે ત્યારે એને અંતિમયાત્રા કહેવામાં આવે છે. અંતિમયાત્રામાં વ્યક્તિના મૃતદેહને 4 લોકો મળીને કાંધ પણ આપે છે અને તેને સ્મશાનઘાટ પહોંચાડે છે, જ્યાં તેમનો દાહ-સંસ્કાર કરવામાં આવે છે. ઘણીવાર કોઈની અંતિમયાત્રા પણ જોવા મળતી હશે.
અંતિમયાત્રા જોવા પર ઘણા બધા લોકો હાથ જોડીને મૃત્યુ પામનારની આત્માની શાંતિ માટે પ્રાર્થના [પણ કરે છે. અંતિમયાત્રા જોવું એમ તો ઘણું દુઃખદાયક હોય છે. અંતિમયાત્રા જોવા પર જો વ્યક્તિ આ કામ કરે તો તેની બધી જ મનોકામના પૂરી થઇ જાય છે. જયારે પણ તમને અંતિમયાત્રા જોવા મળે તો તરતા હાથ જોડીને ભગવાન શિવનું સ્મરણ કરવું અને ભગવાન શિવજી પાસે મૃત આત્મા ની શાંતિ માટે દુઆ પણ માંગવી.
શાસ્ત્રો મુજબ એવું કરવાથી ભગવાન શિવજી તમારાથી પ્રસન્ન રહે છે. તમારી દરેક મનોકામના પૂરી કરશે અને તમારો ખરાબ સમય પૂરો થઇ જશે અને જીવનમાં ખુશી આવશે. એ સિવાય અંતિમયાત્રા માં જવાથી વ્યક્તિને ખુબ જ મોટું પુણ્ય મળે છે અને ભવિષ્યમાં અનેક લાભ મળે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube