કેન્દ્ર સરકાર (Central Government)વૃદ્ધો માટે અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે, જેથી કરીને પોકેટ મનીમાં કોઈ ઘટાડો ન થાય. હવે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખર્ચ ચલાવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે, કારણ કે સરકાર તેની યોજના હેઠળ દર મહિને પેન્શન આપશે. જો તમારું નામ પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Sanman Nidhi)માં છે, તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે.
હવે સરકાર આ યોજના સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો કરાવવામાં લાગી છે. સરકારની પીએમ શ્રમ યોગી માનધન યોજના સંગઠિત ક્ષેત્રના કામદારો માટે વધુ સારી યોજના છે. આ યોજના હેઠળ, શેરી વિક્રેતાઓ, રિક્ષાચાલકો, બાંધકામ કામદારો અને અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરોને તેમના વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવામાં માટે મદદ કરવામાં આવશે. આ સ્કીમ હેઠળ, દરરોજ માત્ર 2 રૂપિયાની બચત કરીને, તમે વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.
તેમજ આ યોજના શરૂ કરવા પર, તમારે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે. 18 વર્ષની ઉંમરવાળા લોકો દરરોજ લગભગ 2 રૂપિયાની બચત કરીને વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમરથી આ સ્કીમ શરૂ કરે છે, તો દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે. 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ દર મહિને 3000 રૂપિયા પેન્શન તરીકે મળવા લાગશે એટલે કે 36,000 રૂપિયા પ્રતિ વર્ષ મળશે. તેમજ આ યોજનાનો લાભ લેવા માટે, તમારી પાસે બચત બેંક ખાતું અને આધાર કાર્ડ હોવું આવશ્યક છે. વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
આ માટે તમારે કોમન સર્વિસ સેન્ટરમાં સ્કીમ માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કામદારો CSC કેન્દ્રમાં પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે. સરકારે આ યોજના માટે વેબ પોર્ટલ બનાવ્યું છે. આ કેન્દ્રો દ્વારા ઓનલાઈન તમામ માહિતી ભારત સરકારને મળી જશે. તેમજ નોંધણી માટે, તમારે તમારા આધાર કાર્ડ, બચત અથવા જન ધન બેંક ખાતાની પાસબુક, મોબાઇલ નંબરની જરૂર પડશે. આ ઉપરાંત, સંમતિ પત્ર આપવાનો રહેશે જે બેંક શાખામાં પણ આપવાનો રહેશે જ્યાં કાર્યકરનું બેંક ખાતું હશે, જેથી તેના બેંક ખાતામાંથી સમયસર પેન્શન માટે પૈસા કાપી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.