એપલ અને માઈક્રોસોફ્ટનો જમાનો ગયો, હવે આ કંપનીની વેલ્યુ છે સૌથી વધારે

સઉદી અરબની ઓઇલ કંપની અરામકોના શેરોનું આજે પ્રથમ વખત ટ્રેડિંગ શરૂ થયું હતું. ટ્રેડિંગના પ્રથમ દિવસે જ તેના શેરના ભાવમાં ૧૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે તેનું માર્કેપ વધીને ૧.૮૮ ટ્રિલિયન ડોલર થઇ ગયું છે. જે વિશ્વની બીજી કોઇ પણ કંપની કરતા વધારે છે.

આજે સવારે ૧૦.૩૦ વાગ્યે રિયાધ શેરબજારમાં અરામકોના શેરોનું ટ્રેડિંગ ચાલુ થયું હતું. ઉલ્લેખનીય છે કે અરામકોએ આઇપીઓ દ્વારા વિક્રમજનક ૨૫.૬ અબજ ડોલરની રકમ એકત્ર કરી હતી. કંપનીએ આઇપીઓમાં ફક્ત ૧.૫ ટકા શેરોનું વેચાણ કર્યુ હતું. આઇપીઓમાં એક શેર ૩૨ સઉદી રિયાલ(૮.૫૩ ડોલર)ના ભાવે આપવામાં આવ્યો હતો. આજે ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ અરામકોના એક શેરનો ભાવે ૩૨ રિયાલથી ૧૦ ટકા વધીને ૩૫.૨ રિયાલ સુધી પહોંચી ગયો હતો.

શેરના ભાવમાં દસ ટકાનો ઉછાળો આવતાની સાથે જ અરામકો વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઇ છે. અરામકોનું માર્કેટ કેપ માઇક્રોસોફટ અને એપલ કરતા પણ વધી ગયું છે. આ ઉપરાંત વિશ્વની ટોચની પાંચ ઓઇલ કંપનીઓ એક્સોન મોબિલ, ટોટલ, રોયલ ડચ શેલ, શેવરોન અને બીપીના સંયુક્ત માર્કેટ કેપ કરતાં પણ અરામકોનું માર્કેટ કેપ વધારે છે.

ઉલ્લેખનીય છે કે અરામકોએ આઇપીઓમાં વેચેલા ૧.૫ ટકા શેરોમાંથી ૦.૫ ટકા શેરો વ્યકિતગત રિટેલ રોકાણકારોને આપ્યા છે. જે મોટા ભાગે સઉદીના નાગરિકો છે. જ્યારે એક ટકા શેર ઇન્સ્ટીટયુલ ઇન્વેસ્ટરોને આપ્યા છે. સઉદીના નાગરિકો, સાઉદીના નિવાસીઓ, અરબ દેશોના નાગરિકોને જ અરામકોના શેર ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. સઉદીના ક્રાઉન પ્રિન્સ મોહંંમદ બિન સલમાન આઇપીઓ દ્વારા એકત્ર થયેલા ભંડોળ દ્વારા અરામકો ઓઇલ સિવાયના સેક્ટરમાં પણ પ્રવેશ કરશે. સઉદીના પ્રિન્સનો લક્ષ્યાંક અરામકોને બે ટ્રિલિયન ડોલરના માર્કેપ કેપ ધરાવતી કંપની બનાવવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *