ઇટલીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 24,747 થઈ ગઈ છે. જ્યારે 1809 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. પરંતુ હવે એક નવો અને ભયજનક ખુલાસો સામે આવ્યો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇટલીમાં ડોક્ટર કેટલાક લોકોને મરવા દઈ રહ્યા છે, જેથી અન્ય લોકોને બચાવી શકાય.આ ખુલાસો થયો છે સ્વાસ્થ્ય સંબંધી મામલાઓમાં પર વિશ્લેષણ કરનાર મેગેઝીન ધ લૈસેન્ટમાં એક આર્ટિકલમાં.
ધ લૈસેન્ટ અનુસાર જો આવતા અઠવાડિયા સુધી ઇટલીમાં આ રીતે જ સંક્રમણ વધતું રહેશે અને લોકોનું મૃત્યુ થતું રહેશે તો ચીનથી કોરોના શિફ્ટ કરીને ઈટલીને પોતાનો બેઝ બનાવી લેશે. આ સમગ્ર યુરોપિયન દેશો માટે ભયજનક વાત હશે.
મેગેઝિનના રિપોર્ટ જેનું નામ છે- કોવિડ 19 એન્ડ ઈટલી: વોટ નેકસ્ટ? મા લખાયું છે કે જો આવતા રવિવાર સુધી ઈટલી સરકાર વાઈરસને રોકવામાં અસફળ થાય છે તો અત્યારના આંકડાઓમાં નવ હજાર દર્દીઓની સંખ્યા વધારે જોડાઇ જશે.
https://t.co/6joNHVeDDE. This is what the dire projections suggest perhaps for the rest of Europe?
— Antonio Pagliuca (@ProfBMT) March 14, 2020
સૌથી મોટી સમસ્યા ઈટલી સામે એ છે કે તેની પાસે અત્યારે 5200 આઈસીયુ છે. પરંતુ આ ઉપરાંત 4000 નવા આઈસીયુની જરૂર પડશે. એટલે કે એપ્રિલના મધ્યભાગ સુધીમાં ઈટલીને લગભગ 10000 આઇસીયુ ની જરૂર હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.